Homeગુજરાતીફિલ્મ કાંતારાની સફળતા બાદ હવે ‘કાંતારા 2’ માટેની તૈયારીઓ શરુ- ઋષભ શેટ્ટી...

ફિલ્મ કાંતારાની સફળતા બાદ હવે ‘કાંતારા 2’ માટેની તૈયારીઓ શરુ- ઋષભ શેટ્ટી બિગબજેટમાં બનાવશે ‘કાંતારા 2’

  • ફિલ્મ કાંતારા બાદ હવે કાંતાર 2 પણ આવશે
  • મોટા બજેટની હશે કાંતારા 2

મુંબઈઃ- ફિલ્મ કાંતારાની સફળતાથી સૌ કોઈ વાકેફ છે, આ ફિલ્મ એ હિન્દીમાં પણ કરોડો રુપિયાની કમાણી કરી છે.આ ફિલ્મની સફળતા બાદ હવે કાંતારા 2 ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.મૂળ કન્નડ ફિલ્મને લોકોએ ઘણી વખાણી છે.આ કન્નડ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન ઋષભ શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. તે આ ફિલ્મનો મુખ્ય અભિનેતા પણ છે. ત્યારે હવે તેમણે ફિલ્મ 2 ને લઈને પૃષ્ટિ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે તેઓ કાંતારા 2 બનાવશે અને તેનું બજેટ કાંતારા કરતા પણ ઘણુ મોટૂ હશે. હવે આ ફિલ્મની પ્રિક્વલ ‘કંતારા 2’ ટૂંક સમયમાં આવવાની છે. ‘કંતારા’ની પ્રોડક્શન કંપની હોમ્બલ ફિલ્મ્સે આ વાતની પુષ્ટિ કરી છે.

આ સાથે જ ઋષભ શેટ્ટી ‘કંતારા 2’માં પણ મુખ્ય ભૂમિકા ભજવશે અને તે નિર્દેશનની જવાબદારી પણ સંભાળશે. નિર્દેશક ઋષભ શેટ્ટી ફિલ્મની સિક્વલ નહીં પરંતુ પ્રિક્વલ પર કામ કરી રહ્યા છે. એટલે કે તેના બદલે લોકકથા વધુ વિસ્તારવામાં  આવશે.

ઋષભ શેટ્ટી ‘કાંતારા 2’ની સ્ક્રિપ્ટ કામ કરી રહ્યા છે. થોડાક જ સમયમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવામાં આવશે. વિજય કિરગન્દૂરે બજેટ વિશે જણાવ્યું હતું કે આ ફિલ્મનું બજેટ કાંતારા કરતા પણ વધારે રાખવામાં આવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular