દિલ્હીમાં આજે કાળા વાદળો છવાયેલા રહેશે,આ રાજ્યોમાં વરસાદની સંભાવના
દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે એટલે કે રવિવારે સૌથી ગરમ દિવસ હતો.મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં પાંચ ડિગ્રી વધુ છે, IMDએ આ માહિતી આપી. હવામાન વિભાગે સોમવારે આંશિક વાદળછાયું આકાશ અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરી છે.
આ મુજબ દિલ્હીમાં સાપેક્ષ ભેજ 85 ટકાથી 27 ટકાની વચ્ચે રહ્યો હતો.આગામી 24 કલાકમાં કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ થઈ શકે છે.IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 13 માર્ચ સુધીમાં હિમાલય સુધી પહોંચી જશે. સાથે જ આજે હવામાનમાં ફેરફાર જોવા મળશે.
મળતી માહિતી મુજબ આજે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, કેરળમાં હળવો વરસાદ પડશે.ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને કાશ્મીરમાં પણ હળવો વરસાદ પડી શકે છે.જ્યારે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને કેરળ અને દક્ષિણ કોસ્ટલ કર્ણાટકના એક-બે સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.