Homeગુજરાતીસંજયદત્તની અપકમિંગ ફિલ્મ 'લીયો'માંથી અભિનેતાનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ

સંજયદત્તની અપકમિંગ ફિલ્મ ‘લીયો’માંથી અભિનેતાનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સંજયદત્ત પોતાની એક્ટિગને લઈને બોલિવૂમાં ખૂબ જ જાણીતા છે તેમની શાનદાર એક્ટિંગને કારણે તેમને સંજુબાબા નામ મળ્યું છએ ત્યારે હવે સંજુ બાબા પોતાની ફિલ્મ લીયોને લઈને ચર્ચામાં આવ્યા છે.

માહિતી અનુસાર બોલિવૂડ એક્ટર સંજય દત્તે ગઈ કાલે  64મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર અભિનેતાએ તેના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. સંજયના જન્મદિવસના અવસર પર તેની ફિલ્મ ‘લિયો’નો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. ફરી એકવાર તે ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યો છે.

આ સહીત સંજયનો આ નવો લૂક સોશિયલ મીડિયા પર છવાયેલો જોવા મળ્યો છે. ચાહકો હવે તેમની ફિલ્મ ‘લિયો’ની રિલીઝ ડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સંજય દત્તનો લૂક જોઈને તેની ફિલ્મ ‘લિયો’ને લઈને ચાહકોમાં ઉત્સાહ વધ્યો છે.

ઉલ્લેખનીય છે કે  ‘લિયો’માં સંજય એન્ટની દાસના મજબૂત રોલમાં જોવા મળશે. તમિલ સુપરસ્ટાર થાલાપથી વિજય દ્વારા નિર્દેશિત આ ફિલ્મના ટીઝરને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ‘લિયો’નું ટીઝર લોકેશ કનાગરાજ દ્વારા શેર કરવામાં આવ્યું છે.

આ ટિઝરમાં જોવા મળે છે કે હજારોની ભીડમાંથી એભિનેતા પસાર થતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, પાછળથી તેનો દેખાવ ખૂબ જ નજીકથી બતાવવામાં આવ્યો હતો. આમાં સંજય ખૂબ જ આક્રમક અને ગ્રે દાઢી અને મૂછમાં ડોનના  આકર્ષક લૂક જોવા મળ્યો છે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular