1. Home
  2. ગુજરાતી
  3. ભારત-નેપાળ સીમા સુરક્ષા દળો વચ્ચેની બેઠક આજથી શરૂ ,આ મુદ્દાઓ પર થશે ચર્ચા
ભારત-નેપાળ સીમા સુરક્ષા દળો વચ્ચેની બેઠક આજથી શરૂ ,આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ભારત-નેપાળ સીમા સુરક્ષા દળો વચ્ચેની બેઠક આજથી શરૂ ,આ મુદ્દાઓ પર થશે ચર્ચા

0
Social Share

દિલ્હી – આજરોજ 6 નવેબર થી ભારત અને નેપાળ સુરક્ષા  દળો વચ્ચે બેઠકનો આરંભ થઈ રહ્યો છે ભારત અને નેપાળના સીમા સુરક્ષા દળો સોમવારથી ત્રણ દિવસીય દ્વિપક્ષીય બેઠક યોજશે જેમાં સીમા પારના ગુનાઓને કાબૂમાં લેવા અને ગુપ્ત માહિતીની સમયસર વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવશે.

આ સાથે જ આ  બંને દેશો વચ્ચે સાતમા વાર્ષિક સંકલન સંવાદનું નેતૃત્વ રશ્મિ શુક્લા, ભારતના સશસ્ત્ર સીમા બલના મહાનિર્દેશક અને નેપાળના સશસ્ત્ર પોલીસ દળોના મહાનિરીક્ષક રાજુ આર્યલ કરશે, જેઓ  હાલ ભારતની મુલાકાતે છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આ બંને દેશોની બેઠકને લઈને કહેવામાં આવ્યું છે કે SSB અને APF પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ ભારત-નેપાળની ખુલ્લી અને વાડ વિનાની સરહદના વધુ અસરકારક સંચાલન માટે બે સરહદ રક્ષક દળો વચ્ચે સંકલનને મજબૂત કરવાનો છે.
વધુમાં તેમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગનું ધ્યાન સીમા પારના ગુનાઓનો સંયુક્ત રીતે સામનો કરવા અને સુરક્ષા દળો વચ્ચે મહત્વપૂર્ણ માહિતીના ઝડપી વિનિમયની સુવિધા માટે અસરકારક મિકેનિઝમ્સ વિકસાવવા પર રહેશે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code