Homeગુજરાતીગુજરાતદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠું, રસ્તાઓ ભીંજાયા, ખેડુતો બન્યા ચિંતિત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠું, રસ્તાઓ ભીંજાયા, ખેડુતો બન્યા ચિંતિત

જામ ખંભાળિયાઃ રાજ્યમાં બુધવાર સવારથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં વાદળો ગોરંભાયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા સહિત કેટલાક વિસ્તારમાં ભરશિયાળે માવઠું પડ્યું હતું. માવઠીને લીધે રોડ-રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. પલટાયેલા વાતાવરણને કારણે ખેડુતો પણ ચિંતિત બન્યા હતા.

ગુજરાતમાં ઠંડીની સીઝનમાં ત્રેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પરોઢે ઠંડી, બપોરે ગરમીને અનુભવ થઈ રહ્યો છે. બુધવારે સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળછાંયુ બન્યુ હતુ. અને દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ પડતા રોડ રસ્તાઓ ભીના થયા હતા. અચાનક જ વાતાવરણમાં ફેરફાર થતા દ્વારકાની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો. જિલ્લાના ભાટિયા દ્વારકા હાઈ-વે વચ્ચે માવઠાની અસર જોવા મળી છે. હાઈ-વે પરના રસ્તાઓ માવઠાથી ભીના થયા હતા. દરિયાકાંઠે તેમજ ભાટિયાથી ઓખા-મઢી વચ્ચે માવઠાંની કહેર જોવા મળી રહી છે. કમોસમી વરસાદવા કારણે દેવભૂમિ દ્વારકામાં પાક નુકસાનીને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે માવઠાની અસર જોવા મળી છે.

રાજ્યમાં હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે એવી આગાહી કરી છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદે વધુ એક વિધ્ન નાંખ્યું છે. આગામી 24 કલાકમાં ભેજના કારણે તાપમાન વધશે અને વાતાવરણ વાદળછાયુ રહેશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે બેવડી ઋતુનો અનુભવ અને ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ઠંડીમાં વઘઘટ થયા કરશે અને તેમજ ફેબ્રુઆરીમા બે રાઉન્ડ ઠંડીના આવશે તેમ પણ જણાવ્યુ હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular