Homeગુજરાતીશાહરુખ ખાન જોડે ફરી કામ કરશે એટલી, કહ્યું આ વખતે સ્ટોરી ‘જવાન’...

શાહરુખ ખાન જોડે ફરી કામ કરશે એટલી, કહ્યું આ વખતે સ્ટોરી ‘જવાન’ કરતા વધુ મજબૂત હશે

મુંબઈઃ શાહરુખ ખાન સાથે રેકોર્ડ બ્રેકિંગ ફિલ્મ ‘જવાન’ બનાવનાર એટલી કુમાર હવે એક્ટર સાથે એક બીજી ફિલ્મ બનાવવા માગે છે. તમિલ ફિલ્મના ડાયરેક્ટર એટલી, શાહરુખ ખાનના મોટા ફેન છે, અને હંમેશા તેમની સાથે કામ કરવા માગે છે. જ્યારે આ ઈચ્છા ‘જવાન’માં પૂરી થઈ. તો તેમને ખુબ જ ખુશી થઈ. એટલીએ શાહરુખ ખાનને ભારતીય સિનેમામાં સ્ટારડમ અને શાલીનતાનું પ્રતીક ગણાવ્યું હતુ. એટલી કુમારે કોન્ફરન્સમાં શાહરૂખ ખાનના વખાણ કર્યા, અને તેની સાથે ફરીથી કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. એટલીએ કહ્યું કે તે હવે ‘જવાન’ કરતાં વધુ મજબૂત સબજેક્ટ લઈને આવશે અને તેને શાહરૂખ સાથે બનાવશે.

તેમણે કહ્યું, ‘મને તેમની તમામ ફિલ્મો ગમે છે, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’… મારા માટે તે સમગ્ર વિશ્વમાં ભારતીય સિનેમાનો ચહેરો છે. શાહરૂખ ખાન સાથે કામ કરવું એક સપનું છે. નસીબજોગે મને મારી પાંચમી ફિલ્મમાં આ કરવાનો મોકો મળ્યો.

જ્યારે એટલીને પૂછવામાં આવ્યું કે, શું ભવિષ્યમાં શાહરૂખ સાથે ફરી કામ કરવાની સંભાવના છે, તો તેમણે કહ્યું, ‘બિલકુલ, હું ફરીથી તેની સાથે કામ કરીશ. હું ‘જવાન’ કરતાં વધુ સારો વિષય લઈને આવીશ અને ચોક્કસ તેની પાસે જઈશ. પછી હું તેમને સંભળાવીશ. જો શાહરૂખ સરને તે પસંદ આવશે તો ચોક્કસ થશે કે અમે બંને ફરી સાથે કામ કરીશું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular