સુરતઃ સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભાજપના મંત્રીઓ-પદાધિકારીઓનું સન્માન VIDEO
સુરત, 3 જાન્યુઆરી, 2026 – Samast Leuva Patidar Committee ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા મોટા વરાછા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિઘ મંત્રીઓનો તેમજ ભાજપના નવનિયુકત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઇ માંડવિયા અને સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

LIVE: સુરત ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત ભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp જીની ગરિમામયી ઉપસ્થિતિ. https://t.co/IwBP2x6l4u
— BJP Gujarat (@BJP4Gujarat) January 3, 2026
સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા રાજ્ય સરકારમાં મંત્રી તરીકે દાયિત્વ નિભાવી રહેલા રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ,પશુપાલન, સહકાર અને મત્સય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, આરોગ્ય,પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ(સ્વતંત્ર હવાલો)ના રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, કાયદો, ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજયમંત્રી કૌશિકભાઇ વેકરિયા, નાણા, નાગરિક સંરક્ષણ, નશાબંઘી અને આબકારી વિભાગના રાજયમંત્રી કમલેશભાઇ પટેલ તેમજ ભાજપના નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઇ ધડુક, પ્રદેશ મંત્રી નિરવભાઇ અમીન, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઇ હિરપરા અને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતિ અંજુબેન વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત લેઉવા પાટીદાર સમાજના સમાજશ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિક ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


