Homeગુજરાતીયુઝર પ્રાઈવસી પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: WhatsApp-Metaને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ

યુઝર પ્રાઈવસી પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: WhatsApp-Metaને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: ભારતના યુઝર્સની પ્રાઈવસીને લઈને સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) અને વોટ્સએપ (WhatsApp) ને આકરો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું છે કે, યુઝર્સની પ્રાઈવસી સર્વોપરી છે અને તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. કોર્ટે મેટાની વર્તમાન પોલિસીને ‘ભ્રામક’ ગણાવી કંપની પાસે લેખિત ખાતરી માંગી છે.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વોટ્સએપ અને મેટાને એક સ્પષ્ટ સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ સોગંદનામામાં કંપનીએ લેખિતમાં જણાવવું પડશે કે તેઓ યુઝર્સનો ડેટા અન્ય પ્લેટફોર્મ સાથે શેર કરશે નહીં. CJI એ ટકોર કરી હતી કે મેટાની ડેટા પોલિસી એટલી જટિલ છે કે સામાન્ય માણસ તેને સમજી શકતો નથી, જે અત્યંત ગંભીર બાબત છે.

સુપ્રીમ કોર્ટે કંપનીને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો નિર્ધારિત સમયમાં સ્પષ્ટ સોગંદનામું રજૂ કરવામાં નહીં આવે, તો કોર્ટ આ મામલાને સીધો જ રદ કરી દેશે. આદેશનું પાલન ન કરવા બદલ મેટાને કાયદાકીય પરિણામો ભોગવવાની પણ તૈયારી રાખવા જણાવાયું છે.

કોર્ટે અવલોકન કર્યું કે, ટેકનોલોજીના નામે યુઝર્સના ડેટા સાથે રમત રમી શકાય નહીં. મેટાની ડેટા શેરિંગ પોલિસી સામાન્ય લોકો માટે સમજવી મુશ્કેલ છે અને તે ભ્રામક હોઈ શકે છે. કોર્ટના આ કડક વલણથી હવે વોટ્સએપ માટે ભારતની ધરતી પર યુઝર ડેટા શેરિંગના નિયમો વધુ કડક બને તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ દહેરાદૂનમાં બસ ખીણમાં ખાબકી, ત્રણ મુસાફરોના મોત

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular