અમદાવાદ, 17 ફેબ્રુઆરી, 2026 – Mahashivratri ભારત વિકાસ પરિષદ,પાલડી શાખા દ્વારા ગત 15.02.26ને રવિવારના રોજ મહાશિવરાત્રીનો કાર્યક્રમ, યોગ સાધન આશ્રમ ખાતે યોજાયો હતો. નીલાબેન પટેલ તથા હેતલબેન ત્રિવેદીએ આમંત્રિત કવિઓનું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કર્યું.
કાર્યક્રમની શરૂઆતમાં આપણા વડીલ ગુજરાત મઘ્ય પ્રાંતના ટ્રસ્ટી તથા ભારત વિકાસ પરિષદના સ્થાપક સભ્ય ચૈતન્યભાઈ ત્રિવેદીએ મહાશિવરાત્રી નિમિત્તે અદભુત શિવ પાર્વતીનું આખ્યાન રજૂ કર્યું.
ત્યારબાદ આપણા પ્રમુખ ચંદ્રેશભાઈ ગાંધીએ પોતાની બે કવિતાઓ રજૂ કરી અને કવિ ભાવેશ ભટ્ટ તથા અનિલ ચાવડાએ પોતાના જાણીતા કાવ્યસંગ્રહ રજૂ કરીને સંસ્થાના પરિવારના સંબંધો સર્વે આમંત્રિત સભ્યોને સાહિત્યની સરવાણીમાં રસ તરબોળ કર્યા. આ પ્રસંગે મઘ્યપ્રાંતના પ્રમુખ પ્રકાશભાઈ કશવાલા તથા બ્રાન્ચના ટ્રસ્ટી વિજયભાઈ ભખ્ખડ, પ્રફુલ્લભાઈ વેલાની, જયેશભાઈ સોનીએ હાજરી આપી પ્રસંગની શોભા વધારી.
આ પણ વાંચોઃ SIR બાદ ગુજરાતની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ: રાજ્યમાં 4.40 કરોડ મતદારો નોંધાયા
બ્રાન્ચના ટ્રસ્ટી વિજયભાઈ ભખ્ખડ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઠંડાઈ તેમના તરફથી આપવામાં આવેલી સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. કાર્યક્રમના અંતે મંત્રી બકુલેશ જાનીએ આભાર પ્રવચન આપ્યું. હેતલબેન ત્રિવેદીએ ખૂબ સુંદર મંચ સંચાલન કર્યું.
શાખા દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે યોજેલા કવિ સંમેલન ખૂબ સરસ રીતે સંપન્ન થયો 110 સભ્યો હાજર રહ્યા હતા. ફળાહાર કરી અંતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. આ સફળ કાર્યક્રમના સંયોજક તરીકે દિલીપભાઇ ભટ્ટ, સહસંયોજક તરીકે દેવાંગભાઈ દવે તથા મંત્રી બકુલેશ જાની અને પ્રમુખ ચંદ્રેશ ગાંધીએ જહેમત ઉઠાવી હતી.


