તમિળનાડુમાં મોટો રાજકીય ઘટનાક્રમ, જયલલિતાના વિશ્વાસુ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડીએમકેમાં જોડાયા
ચેન્નઈ, 27 ફેબ્રુઆરી, 2026: Big political development in Tamil Nadu તમિલનાડુની રાજનીતિમાં એક મોટો ઘટનાક્રમ સર્જાયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AIADMKના હાંકી કઢાયેલા નેતા ઓ. પન્નીરસેલ્વમ (OPS) આજે શુક્રવારે DMK માં જોડાયા છે. તેઓ ચેન્નઈ સ્થિત ડીએમકે પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેઓ સત્તાવાર રીતે DMK માં સામેલ થયા. 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ઘટનાક્રમને રાજકીય રીતે અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
2022માં AIADMKમાંથી દૂર કરાયા હતા
જે. જયલલિતાના નજીકના સાથી અને ત્રણ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂકેલા OPSને 2022માં પક્ષની અંદર સત્તા સંઘર્ષ બાદ એડપ્પાદી કે. પલાનીસ્વામી (EPS) જૂથ દ્વારા AIADMKમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ એકલા પડી ગયા હતા. આજે સવારે તેમને એક હોટલમાંથી બહાર નીકળતા જોવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ DMKમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ હતી.
#WATCH | Chennai, Tamil Nadu: Former Chief Minister and expelled AIADMK leader O. Panneerselvam joins DMK in the presence of party chief and CM MK Stalin, Deputy CM Udhyanidhi Stalin and others.
(Video: DMK) pic.twitter.com/Y4RbQMmrdp
— ANI (@ANI) February 27, 2026
‘ભૂલ બતાવો, રાજનીતિ છોડી દઈશ’
DMKમાં જોડાતા પહેલા પન્નીરસેલવમે AIADMK નેતૃત્વ પર પરોક્ષ પ્રહાર કરતા કહ્યું કે પક્ષના સ્થાપક એમ.જી. રામચંદ્રન દ્વારા બનાવવામાં આવેલા નિયમોને ખોટી રીતે બદલવામાં આવ્યા છે. તેઓ ક્યારેય પાર્ટી કાર્યકરોની વિરુદ્ધ ગયા નથી. જો કોઈ તેમની ભૂલ સાબિત કરી દે તો તેઓ રાજનીતિ છોડી દેશે. OPS એ જયલલિતાની 78 મી જન્મજયંતી પર તેમના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ નવી પાર્ટી શરૂ કરશે નહીં.
2026ની ચૂંટણી પહેલા બદલાશે રાજકીય ચિત્ર
તમિલનાડુની 234 બેઠકો વાળી વિધાનસભાની ચૂંટણીઓ 2026ના પ્રથમ છ મહિનામાં યોજાવાની છે. હાલમાં સત્તાધારી DMK ગઠબંધન ‘દ્રવિડિયન મોડલ 2.0’ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. BJP-AIADMK ગઠબંધન આંતરિક મતભેદો પછી ફરીથી સમાધાન કરીને ચૂંટણી જીતવા કરવા પ્રયાસ કરી રહ્યું છે. અભિનેતા વિજયની નવી પાર્ટી TVK મેદાનમાં આવવાથી મુકાબલો ત્રિપાંખિયો થવાની શક્યતા છે.
2021ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો
2021ની વિધાનસભા ચૂંટણીમાં DMKએ 133 બેઠકો જીતી હતી અને ગઠબંધન સાથે કુલ આંકડો 159 રહ્યો હતો. જ્યારે NDAએ 75 બેઠકો જીતી હતી, જેમાં AIADMK ના હિસ્સે 66 બેઠકો આવી હતી. એવામાં OPS નું DMK માં જોડાવું વિપક્ષી ખેમાની વ્યૂહરચના અને સમીકરણોમાં મોટો બદલાવ લાવી શકે છે.


