Homeગુજરાતીખોરાકસુગર ફ્રી ચોકલેટ આઈસ્ક્રીમ રેસીપી, ડાયાબિટીસમાં બિંદાસ ખવાશે

સુગર ફ્રી ચોકલેટ આઈસ્ક્રીમ રેસીપી, ડાયાબિટીસમાં બિંદાસ ખવાશે

રેસીપી, 28 માર્ચ 2026: ઉનાળો શરૂ થઇ ગયો છે, ગરમીથી રાહત મેળવવા બધા સિઝનમાં ઠંડુ ખાવાનું વધારે પસંદ કરે છે, એમાં આઈસ્ક્રીમ તો નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. અહીં ખાંડ વગર હેલ્ધી ચોકલેટ આઈસ્ક્રીમની રેસીપી શેર કરી છે જે ઓછી સામગ્રીમાં બની જશે અને ખુબજ ટેસ્ટી બનશે.

ડાયાબિટીસના દર્દીઓ પણ આ સુગર ફ્રી ચોકલેટ આઈસ્ક્રીમ ખાઈ શકે છે અને તેમનું બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહેશે, અને ટેસ્ટ પણ મજેદાર છે તો તમે બહારનો આઈસ્ક્રીમ ભૂલી જશો, અહીં જાણો રેસીપી

સુગર ફ્રી ચોકલેટ આઈસ્ક્રીમ રેસીપી

સામગ્રી

 1/3 કપ બદામ

1/4 કપ કાજુ

1/3 કપ મખાના

1/2 કપ દૂધ

3 ચમચી કોકો પાવડર

1/2 કપ ડાર્ક ચોકલેટ

સુગર ફ્રી ચોકલેટ આઈસ્ક્રીમ બનાવાની રીત

સૌ પ્રથમ કાજુ, બદામ અને  મખાનાને દૂધમાં 30 મિનિટ માટે પલાળીને રાખો. ત્યારબાદ કડાઈમાં અડધો કપ દૂધ ગરમ કરો, તેને સતત હલાવતા રહો અને ઉકાળો.

હવે 30 મિનિટ પછી દૂધમાં પલાળેલી સામગ્રીને મીક્ષરમાં ક્રશ કરી લો એમાં કોકો પાઉડર અને ગોળ નાખીને બટર તૈયાર કરો. પછી તૈયાર બેટરને દૂધની કડાઈમાં ઉમેરો, સતત મિક્ષ કરતા રહો, મિશ્રણ ઘટ્ટ થઇ પછી તેને ફરી મિક્ષરમાં ક્રશ કરો.

એમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરો, એ રેડી થઇ જાય પછી આ બેટરને કોઈ કન્ટેન્ટરમાં અથવા પાત્રમાં કાઢીને એને ડ્રાયફ્રૂટ્સથી સજાવીને 6-7 કલાક માટે ફ્રીઝમાં રાખો. 6-7 કલાક બાદ ફ્રિજમાંથી કાઢીને ચેક કરો, આઈસ્ક્રીમ થઇ એટલે ઠંડી ઠંડી હેલ્ધી આઈસ્ક્રીમ સર્વ કરો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img