સુરેન્દ્રનગર, 16 જુન, 2026 : Truck hits 13 vehicles શહેરના એસટી બસ સ્ટેશન નજીક રોડ પર એક ટ્રકના ચાલકની એકાએક તબીયત લથડતા ટ્રકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રકે ત્રણ રિક્ષા અને દસ બાઈક સહિત વાહનોને હડફેટે લીધા હતા. જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી. અને લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં રોડ પર પાર્ક કરાયેલા તેમજ પસાર થઈ રહેલા અનેક વાહનોને મોટું નુકસાન થયું હતું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવમાં ટ્રકચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેશન નજીક રોડ પર જઈ રહેલી એક ટ્રકના ચાલકની એકાએક તબીયત લથડતા ટ્રકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રકે ત્રણ રિક્ષા અને દસ બાઈક સહિત વાહનોને હડફેટે લીધા હતા. જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી. આ બનાવને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.આ બનાવની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલક, મધ્ય પ્રદેશના 42 વર્ષીય રમેશસિંગ રાજપૂત મેવાળા, ને સારવાર અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રક ચાલકની તબિયત બગડવાના કારણો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.








