1. Home
  2. ગુજરાતી
  3. નેપાળના બૈતાડીમાં બસ ખીણમાં ખાબકી, ડ્રાઈવર સહિત 24 મુસાફરો ઘાયલ
નેપાળના બૈતાડીમાં બસ ખીણમાં ખાબકી, ડ્રાઈવર સહિત 24 મુસાફરો ઘાયલ

નેપાળના બૈતાડીમાં બસ ખીણમાં ખાબકી, ડ્રાઈવર સહિત 24 મુસાફરો ઘાયલ

0
Social Share

ઝુલાઘાટ, 05 જુલાઈ 2026: ભારતની સરહદને અડીને આવેલા નેપાળના બૈતાડી જિલ્લામાં બસનો વધુ એક અકસ્માત સર્જાયો છે. વિપરીત દિશામાંથી આવતા ટ્રકને સાઈડ આપવા જતાં બસ અથવા તો વળાંક પરથી કાબૂ ગુમાવી દેવાના કારણે બસ ખીણમાં ખાબકી હતી.

ધનગઢીથી બૈતાડી જઈ રહેલી એક બસ પાટણ નગરપાલિકા-8 ના ગૈરાખાન નજીક નિયંત્રણ ગુમાવીને લગભગ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 24 લોકો ઘાયલ થયા હતા; જેમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

અકસ્માત દશરથચંદ હાઈવે અથવા પાટણ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં થયો હતો. ઘાયલોને બૈતાડી જિલ્લા હોસ્પિટલ અને દાદેલધુરા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સામેથી આવતા ટ્રકને રસ્તો આપતી વખતે બસનું સંતુલન ખોરવાઈ ગયું અને તે ખીણમાં ખાબકી. આ બસ બૈતાડીના બિનાસાઉના રહેવાસી બિશન કાર્કીની માલિકીની છે. થોડા દિવસો પહેલા જ બૈતાડીમાં બસ અકસ્માતમાં એક શિક્ષકનું પણ મૃત્યુ થયું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code