Homeગુજરાતીગુજરાતરાજકોટમાં તાંબા-પિત્તળના વાસણોની ચોરી કરતી ગેન્ગના 7 આરોપી પકડાયા

રાજકોટમાં તાંબા-પિત્તળના વાસણોની ચોરી કરતી ગેન્ગના 7 આરોપી પકડાયા

રાજકોટ, 5 જુલાઈ, 2026 : Seven members of a gang stealing copper and brass vessels arrested  શહેરના કંસારા બજારમાં આવેલી દુકાનમાંથી ચાંદી તેમજ તાંબા-પિત્તાળના જુનવાણી વાસણોની ચોરીના કેસમાં શહેરના એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી બે સગીર સહીત સાત આરોપીની ધરપકડ કરી છે. પોલીસે  આરોપીઓ પાસેથી કુલ રૂ.5.15 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયામ આરોપીઓએ શહેરના દીવાનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પણ તાંબા પિત્તળના વાસણની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે બે ગુનાનો ભે ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી હતી કે, શહેરના કંસારા બજારમાં ગત તા. 2જી જુલાઈના રોજ દુકાનના તાળા તોડીને રોકડ રકમ તેમજ ચાંદીના અને તાંબા પિત્તળના જુદા જુદા વાસણની ચોરી થતા વેપારીએ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી.  દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ચોરીના કેસમાં સંડોવાયેલા આરોપી અર્જુન ઉર્ફે ગોધરો બાંભણીયા, પૃથ્વી ઉર્ફે જીગર ઉર્ફે જીગો ધાંધલપરીયા, દિનેશ ઉર્ફે દીનો બરસાડીયા, કરણ ઉર્ફે તાંત્રિક વહાણેકિયા અને બે સગીર સહીત કુલ 7 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શહેરના એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને દબોચી લેતા તેમની પાસેથી  1.52 લાખ રોકડ તેમજ જુદા જુદા ચાંદીના તેમજ તાંબા પિત્તળના વાસણ સહીત કુલ 5.15 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં આરોપીઓએ થોડા દિવસ અગાઉ દીવાનપરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે એક સાથે બે ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી પૈકી અર્જુન ઉર્ફે ગોધરો વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ ત્રણ ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular