Homeગુજરાતીઅમેરિકાના ટેક્સાસમાં આર્મીનું અપાચે હેલિકોપ્ટર ક્રેશ થયું, બેના મોત

અમેરિકાના ટેક્સાસમાં આર્મીનું અપાચે હેલિકોપ્ટર ક્રેશ થયું, બેના મોત

વોશિંગ્ટન, 13 ઓગસ્ટ 2026: Army Apache helicopter crashes in Texas અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક ખેતરમાં યુએસ આર્મીનું ‘અપાચે’ એટેક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બંને વ્યક્તિઓના મોત થયા હતા. દુર્ઘટના બાદ લાગેલી આગને કારણે આસપાસના કેટલાક ઘરો ખાલી કરાવવા પડ્યા હતા.

અધિકારીઓએ પુષ્ટિ કરી કે એક AH-64 અપાચે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. બેલ કાઉન્ટી શેરિફ કાર્યાલયના પ્રવક્તા ક્લિફ કોલમેને જણાવ્યું હતું કે તેમાં સવાર બંને વ્યક્તિઓના મોત થયા છે.

અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફોર્ટ હૂડનો ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગ આ અંગે તપાસ કરી રહ્યો છે. કોલમેને જણાવ્યું હતું કે હેલિકોપ્ટર કોઈ ઘર કે અન્ય માળખા સાથે અથડાયું ન હતું. તેમણે આ ઘટનાને ભયાનક ક્રેશ (અકસ્માત) તરીકે વર્ણવી હતી.

કાર્યકારી કમાન્ડિંગ જનરલ બ્રિગેડિયર જનરલ ઈથન ડિવને કહ્યું, “અમારી તાત્કાલિક પ્રાથમિકતા તે સ્થળને સુરક્ષિત કરવાની અને રાહતની પ્રાથમિક કામગીરીમાં સહયોગ આપવાની છે. અમારી સંવેદનાઓ ક્રૂ અને તેમના પરિવારો સાથે છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.”

વધુ વાંચો: દિલ્હીના લાલ કિલ્લા નજીક આતંકવાદી હુમલા પાછળ અલ-કાયદાનો હાથ, UNના રિપોર્ટમાં ખુલાસો

સંબંધિત લેખો

Most Popular