- સરકારી શાળાઓમાં પ્રવેશ પહેલાં મંજૂરી જરૂરી
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર 2026: વંદાપાર્ટી (સીજેપી)ના સ્કૂલ ઠીક કરો અભિયાન ઉપર સુપ્રીમ કોર્ટની બ્રેક મારી દીધી છે. સરકારી શાળાઓમાં અનધિકૃત લોકોના પ્રવેશને અટકાવતા આદેશને પડકારતી સીજેપીની પિટિશન અદાલતે ફગાવી દીધી છે.
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં બહારના લોકો, પત્રકારો, યુટ્યુબર્સ, સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ અને સમાજના પ્રતિનિધિઓના પ્રવેશ તેમજ શાળાઓમાં ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, ઇન્ટરવ્યુ, ઓડિયો રેકોર્ડિંગ અને લાઈવસ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાના આદેશને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
કોર્ટની બેન્ચે કહ્યું…
જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે આ અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું કે, “અમે બંધારણની કલમ 32 હેઠળ આ અરજી પર ટ્રાન્સફર કે સુનાવણી કરવા ઈચ્છતા નથી.” શું હતો સમગ્ર મામલો?વકીલ નરેન્દ્ર મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સરકારો દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રોને પડકારવામાં આવ્યા હતા, જેના હેઠળ સરકારી શાળાઓમાં બહારના લોકોના પ્રવેશ અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
અરજીકર્તાનો તર્ક હતો કે રાજ્યોના આ પ્રતિબંધો નાગરિકોને બંધારણની કલમ 14, 19, 21 અને 21-A હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સ્વતંત્ર રીતે શાળાઓની સ્થિતિનું દસ્તાવેજીકરણ કરવાથી ત્યાંની ખામીઓ (જેમ કે શૌચાલય, પીવાનું પાણી, મિડ-ડે મીલ અને મૂળભૂત માળખું) સામે આવી શકે છે.
રાજસ્થાન સરકારે 16 ઓગસ્ટ 2026 ના રોજ અને ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના શિક્ષણ અધિકારીઓએ 19 ઓગસ્ટ 2026 ના રોજ આદેશ જારી કરીને પૂર્વ મંજૂરી વિના શાળા પરિસરમાં પ્રવેશ, ફોટોગ્રાફી, ઇન્ટરવ્યુ અને લાઈવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ‘સ્કૂલ ઠીક કરો’ આંદોલન સાથે જોડાણઆ વિવાદ વિશેષરૂપે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે દ્વારા ચલાવવામાં આવી રહેલા “School Thik Karo” આંદોલન દરમિયાન સામે આવેલા વીડિયો અને લખનૌની એક શાળામાં યુટ્યુબર્સ દ્વારા વિના પરવાનગી પ્રવેશીને શિક્ષિકાઓ પર દબાણ લાવવા જેવી ઘટનાઓ બાદ વધ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ સ્તરે અરજી સાંભળવાનો ઇનકાર કરી દીધો છે, જેથી રાજ્યો દ્વારા લાગુ કરવામાં આવેલી ‘પૂર્વ-પરવાનગી’ ની વ્યવસ્થા હાલ પૂરતી યથાવત રહેશે.


