નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર 2026: ભારતના વધતા વૈશ્વિક મહત્વને રેખાંકિત કરતા બેજ્લિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે ગુરુવારે ભારતની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત માત્ર દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે જ નહીં, પરંતુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા, ટેક્નોલોજી અને આર્થિક મહાસક્તિ તેમજ એક પ્રભાવશાળી ભૂ-રાજકીય રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે, જેનો વૈશ્વિક પ્રભાવ સીમાઓ વટાવીને અસીમ ઊંચાઈએ પહોંચ્યો છે.
નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા બેજ્લિયમના વડાપ્રધાને જણાવ્યું હતું કે, 20 વર્ષના લાંબા અંતરાલ પછી બેજ્લિયન વડાપ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે ખાસ કરીને છેલ્લાં વર્ષોમાં પીએમ મોદીના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ ભારતમાં આવેલા પરિવર્તનોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. વડાપ્રધાન વેવરે કહ્યું, “હું પીએમ મોદીનો તેમના હૂંફાળા સ્વાગત, આતિથ્યસત્કાર અને આપણી વચ્ચે ખુલ્લા મને થયેલી દ્વિપક્ષીય ચર્ચા માટે હાર્દિક આભાર માનું છું. એન્ટવર્પના એક નાગરિક તરીકે આખરે ભારત આવવું એ મારા માટે વ્યક્તિગત રીતે ખૂબ જ ખુશીની વાત છે. પરંતુ, 20 વર્ષમાં બેજ્લિયમના કોઈ વડાપ્રધાનનું અહીં આવવું ખાસ રીતે અર્થસભર છે. આ બે દાયકામાં ભારતમાં અભૂતપૂર્વ બદલાવ આવ્યો છે, અને ચોક્કસપણે આ વડાપ્રધાન મોદીના નેતૃત્વના યુગમાં જ શક્ય બન્યું છે.”
-
વૈશ્વિક ભાગીદારી અને સશક્ત સંબંધો
બેજ્લિયમના વડાપ્રધાને ભારતની આર્થિક અને તકનીકી ક્ષમતાઓ પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, ભારત આજે આંતરરાષ્ટ્રીય બજારમાં એક પાવરહાઉસ બની ચૂક્યું છે. ભારતનું વધતું કદ બેજ્લિયમ માટે પણ એટલું જ મહત્વનું છે. તેમણે જણાવ્યું કે કદમાં બેજ્લિયમ ભલે નાનું હોય, પરંતુ તે દુનિયાની સૌથી ખુલ્લી અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, જે વ્યાપારિક સમૃદ્ધિના પાયા પર ટકેલી છે. મુલાકાત દરમિયાન, વેવરે ૨૬ ઓગસ્ટે નેપાળમાં આવેલી વિનાશક પૂર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકો પ્રત્યે પણ ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
પીએમ મોદી સાથેની બેઠકમાં સુરક્ષા અને સંરક્ષણ સહયોગ કેન્દ્રસ્થાને રહ્યા હતા. બેજ્લિયમે બંને દેશોની સશસ્ત્ર સેનાઓ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ જ હેતુસર તેમના પ્રતિનિધિમંડળમાં રક્ષા અને વિદેશ વેપાર મંત્રી થિયો ફ્રેન્કન પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું કે હાલમાં જે ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’નું આદાન-પ્રદાન થયું છે, તે સરકારથી-સરકારના સંપર્ક, સૈન્ય આદાનપ્રદાન, સંશોધન, ઇનોવેશન, કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શન માટે એક નવો મજબૂત પાયો પૂરો પાડશે.
-
ઇયુ-ઇન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)
યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના સફળ નિષ્કર્ષને એક “વિશાળ સિદ્ધિ” ગણાવતા વડાપ્રધાન વેવરે જાહેરાત કરી હતી કે બેજ્લિયમમાં આ કરાર પર ઓપચારિક હસ્તાક્ષર કરવા એ વર્ષ 2026નું એક શાનદાર સમાપન સાબિત થશે. તેમણે કહ્યું કે આ સંતુલિત વેપાર કરાર બજાર સુધીની પહોંચ સુગમ બનાવશે, રોકાણને વેગ આપશે અને વૈશ્વિક સ્તરે આર્થિક વિભાજન વધી રહ્યું છે ત્યારે ભારત અને યુરોપે પોતાની અર્થવ્યવસ્થાઓને નજીક લાવીને દુનિયાને એક સકારાત્મક સંદેશ આપ્યો છે.
અંતમાં, તેમણે ડિસેમ્બરમાં બ્રસેલ્સ ખાતે પીએમ મોદીનું સ્વાગત કરવા અને ઇયુ-ભારત વેપાર કરાર પર હસ્તાક્ષર માટે ભારતીય નેતૃત્વની યજમાની કરવાને પોતાના માટે “મોટા સમાનની વાત” ગણાવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને બેજ્લિયમના સંબંધોનો સુવર્ણકાળ હજુ શરૂ થવાનો બાકી છે.


