Homeગુજરાતીદેશ-વિદેશચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો વિજયધ્વજ, સ્પેનને 3-1થી આપી માત

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો વિજયધ્વજ, સ્પેનને 3-1થી આપી માત

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર 2026: ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમે સ્પેનને 3-1થી હરાવ્યું હતું. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં રમાયેલી આ મેચમાં, વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેલેન્જર એલેક્સી શિરોવને હરાવીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દરમિયાન, આર. પ્રજ્ઞાનંદા અને ડેવિડ એન્ટોન ગુઇજારો વચ્ચેની તેમજ નિહાલ સરીન અને જેમ સંતોષ લાતાસા વચ્ચેની મેચો ડ્રોમાં પરિણમી હતી.

મહિલા વિભાગમાં ભારતે મંગોલિયાને 3-1થી હરાવ્યું. બી. સવિતા શ્રીએ મુનગુનતુુલ બાતખુયાગને હરાવીને સતત ચોથી જીત નોંધાવી. વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખે બાયસગાલન ખિશિગબાતારને પરાજય આપ્યો. જોકે, આર. વૈશાલી અને કોનેરુ હમ્પીની મેચો ડ્રોમાં પરિણમી.

46મી FIDE ચેસ ઓલિમ્પિયાડનો પાંચમો રાઉન્ડ આજે રમાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર બપોરે ૩:૩૦ વાગ્યે શરૂ થશે.

વધુ વાંચો: રાહુલ ગાંધીના મિમિક્રી વીડિયોથી રાજકારણ ગરમાયું, ભાજપે ગણાવ્યું ‘શરમજનક’

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular