Homeગુજરાતીદેશ-વિદેશએશિયન ગેમ્સમાં ભારતની વધુ એક સિદ્ધિ, મહિલા 10 મીટર એર રાઇફલ ટીમે...

એશિયન ગેમ્સમાં ભારતની વધુ એક સિદ્ધિ, મહિલા 10 મીટર એર રાઇફલ ટીમે જીત્યો સિલ્વર મેડલ

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર 2026: ભારતની એલાવેનિલ વલારિવને જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં મહિલાઓની વ્યક્તિગત 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં રજત પદક જીત્યો છે. અગાઉ ટીમ ઈવેન્ટમાં રજત પદક જીત્યા બાદ તેમણે આ વ્યક્તિગત રજત પદક હાંસલ કર્યો છે.

2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા એલાવેનિલે ફાઇનલમાં 252.4 પોઈન્ટ્સ મેળવ્યા હતા અને તે જાપાનની હિનાતા તાઈચીથી પાછળ રહી હતી, જેમણે 253 પોઈન્ટ્સના રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અગાઉ, જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઈલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિદર્સા વિનોદની બનેલી ટીમે દેશ માટે પ્રથમ મેડલ હાંસલ કર્યો હતો. સોનમે વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડમાં 634.1 પોઈન્ટ સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ઓલિમ્પિયન ઈલાવેનિલ 633.5ના સ્કોર સાથે સાતમા સ્થાને રહી હતી.

ચીને 1904.2 પોઈન્ટ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે ભારતે 1897 પોઈન્ટ સાથે પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું.

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 2026ની એશિયન ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ ઈલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કાર અને વિદર્સા વિનોદને અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. માંડવિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને સમગ્ર ભારતીય દળને ભવિષ્યમાં આવી અનેક ભવ્ય ક્ષણો પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

વધુ વાંચો: AIની વધતી શક્તિ વચ્ચે ચિંતા: Geminiએ ત્રણ કંપનીઓની સાઇટ હેક કરી હોવાનો દાવો

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular