Homeગુજરાતીદેશ-વિદેશએશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકીનો તોફાની પ્રારંભ, ઉઝબેકિસ્તાન સામે 19-0નો વિજય

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકીનો તોફાની પ્રારંભ, ઉઝબેકિસ્તાન સામે 19-0નો વિજય

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર 2026: ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરતા ‘પૂલ બી’ની પ્રથમ મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું. દીપિકા સેહરાવતે આઠ ગોલ કર્યા, ઈશિકા ચૌધરીએ ત્રણ ગોલ નોંધાવ્યા, જ્યારે લાલથાનતલુઆંગી અને નેહાએ બે-બે ગોલ કર્યા. ભારત આવતીકાલે તેની આગામી મેચમાં ઈન્ડોનેશિયા સામે ટકરાશે.

ભારતની આ જીતમાં ખેલાડીઓનું આક્રમણ અને પેનલ્ટી કોર્નર પરનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું. સવિતા પૂનિયાએ તેની કારકિર્દીની 320મી સિનિયર આંતરરાષ્ટ્રીય મેચ રમી અને આ સાથે જ ભારતીય મહિલા ખેલાડી તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમવાના વંદના કટારિયાના રેકોર્ડની બરાબરી કરી. બલજીતે પણ તેની 50મી સિનિયર આંતરરાષ્ટ્રીય મેચ પૂરી કરી.

વધુ વાંચો: તેલંગાણામાં ડિવાઇડર સાથે અથડાતાં વોલ્વો કારમાં ભીષણ આગ, જાણીતા ન્યુરોસર્જનનું કરુણ મોત

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular