Homeગુજરાતીદેશ-વિદેશઆંધ્રપ્રદેશમાં ડિવાઇડર સાથે EV અથડાતાં ભીષણ આગ, 4 લોકોનાં મોત

આંધ્રપ્રદેશમાં ડિવાઇડર સાથે EV અથડાતાં ભીષણ આગ, 4 લોકોનાં મોત

એનટીઆર, 13 ઓક્ટોબર 2026: આંધ્રપ્રદેશના NTR જિલ્લામાં વિજયવાડા વેસ્ટ બાયપાસ પર એક ઇલેક્ટ્રિક વાહન રોડ ડિવાઇડર સાથે અથડાઈને તેમાં આગ લાગવાની ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં અને એક વ્યક્તિ ઘાયલ થઈ.

આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાં સવાર ચારેય વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેની હાલત નાજુક છે.

કાર્યક્રમમાં હાજરી આપીને પાછો ફરી રહ્યો હતો પરિવાર

જ્યારે આ અકસ્માત થયો ત્યારે પીડિતો નામબુરુ ખાતેના એક પારિવારિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. તેમની ઓળખ જિલ્લાના નુન્ના વિસ્તારના રહેવાસી એવા 39 વર્ષીય કોમારેડ્ડી રામદેવ અને તેમના માતા અરુણા, તેમજ નામબુરુના ટિગુરુ વિજયા અને એક બાળક તરીકે કરવામાં આવી છે.

ઘટનાનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં સળગતા વાહનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. વીડિયોમાં પીડિતોના મૃતદેહો પણ નજીકમાં પડેલા જોવા મળે છે.

વધુ વાંચો: પાકિસ્તાનના પંજાબમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી; 5નાં મોત

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular