Homerevoinewsખાતરમાં ૨૫ ટકા ભાવ વધારો ગુજરાતના ૫૮ લાખ ખેડૂતોને દેવાની ખાઈમાં ધકેલતો...

ખાતરમાં ૨૫ ટકા ભાવ વધારો ગુજરાતના ૫૮ લાખ ખેડૂતોને દેવાની ખાઈમાં ધકેલતો વધુ એક ઝટકો: ડૉ. મનિષ દોશી

અમદાવાદ, 17 ઑક્ટોબર, 2026 – A 25% hike in fertilizer prices ખાતર, જંતુનાશક દવા, બિયારણ સહિત સતત વધતા જતા ખર્ચથી દેવામાં સતત ધકેલાઈ રહેલા ગુજરાતના ખેડૂતો સામે ઝડપથી વિકરાળ બની રહેલી કટોકટી ગહન ચિંતાનો વિષય છે ત્યારે ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગગૃહોના ૧૬ લાખ કરોડના દેવા માફ કરનાર ભાજપ સરકાર ખેડૂતોના દેવા કેમ માફ કરતી નથી? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ઈફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં પ્રતિ થેલી રૂ.૫૦૦નો વધારો રૂ.૧,૯૫૦થી વધીને રૂ.૨,૪૫૦ કરવાનો નિર્ણય લગભગ ૨૫%નો વધારો દર્શાવે છે જે ખેડૂત સમુદાયને લાગેલો વધુ એક ભારે ઝટકો છે.
ભાજપ શાસનમાં ખાતર, જંતુનાશક દવા, બિયારણ સહિત ખેતીને લગતી પાયાની જરૂરિયાતોમાં દિવસેને દિવસે ખેતીનો ખર્ચ તીવ્ર ગતિએ વધી રહ્યો છે. એનપીકે, યુરિયા જંતુનાશકો અને બિયારણના ભાવ સતત વધી રહ્યા છે. બીજી તરફ, મોટાભાગના પાકોના બજારભાવ સ્થિર અથવા દબાણ હેઠળ છે. ખેડૂતો બંને બાજુથી દબાયા છે વધતા ખર્ચ અને મર્યાદિત આવક વચ્ચે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતિના લીધે દેશ અને ગુજરાતના ખેડૂતો સતત ઉંડા દેવાની ખાઈમાં ધકેલાઈ રહ્યાં છે. ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગગૃહોના ૧૬ લાખ કરોડના દેવા માફ કરનાર ભાજપ સરકાર ખેડૂતોના દેવા કેમ માફ કરતી નથી ?
ગુજરાતના ખેડૂતો પરનો દેવાનો બોજ પહેલેથી જ ચિંતાજનક બની ગયો છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં જ કૃષિ લોન રૂ.૭૪,૦૦૦ કરોડથી વધુ છે, જ્યારે રાજ્યના ખેડૂતો પરના કુલ દેવાના અંદાજ વધુ ઊંચા છે. ખેતી ક્ષેત્રમાં વધુ સ્પષ્ટ કરે છે કે ઊંચા ઇનપુટ ખર્ચ, અનિશ્ચિત ઉપજ અને અપૂરતી આવકથી ખેડૂતો મુશ્કેલીમાં છે. ભાજપ સરકાર ખાતર અને ખેત ઓજારો પર જીએસટી વસુલી રહી છે.
કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર આ સતત વધતા ખર્ચથી ખેડૂતોને બચાવવામાં નિષ્ફળ ગઈ છે. કંપનીઓ વૈશ્વિક કાચા માલના ભાવ વધવાનું કારણ આપે છે, પરંતુ સરકારે નોન-યુરિયા ખાતરો માટે પૂરતી સબસિડી મજબૂત કરી નથી, કે જરૂરી ઇનપુટ્સની સમયસર અને પોસાય તેવી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી નથી. ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા અધૂરા રહ્યા છે, કારણ કે વાસ્તવિક ખર્ચ કોઈપણ સહાયને વટાવી ગયો છે.
ગુજરાતના ૫૮ લાખ ખેડૂતોના હિતમાં ખાતરનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ઈફકો અને અન્ય કંપનીઓ દ્વારા કરાયેલા એનપીએ ખાતરના રૂ. ૫૦૦ પ્રતિ થેલીના ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવા અથવા તેનો મોટો ભાગ ઓફસેટ કરવા તાત્કાલિક દરમિયાનગીરી કરવામાં આવે.  એનપીકે, ડીએપી અને અન્ય ખાતરો માટે વધુ સબસિડી આપવામાં આવે જેથી વૈશ્વિક ભાવ વધારાનો સંપૂર્ણ બોજ ખેડૂતો પર ન પડે.  બિયારણ અને જંતુનાશકોના ભાવ પર કડક દેખરેખ અને નિયંત્રણ મૂકવામાં આવે.  ઇનપુટ ખર્ચ વિરુદ્ધ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને બજારભાવની વ્યાપક સમીક્ષા કરવામાં આવે અને યોગ્ય આવક સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવે.  ગુજરાતના તકલીફમાં મુકાયેલા ખેડૂતો માટે અર્થપૂર્ણ દેવા રાહત માટે ઠોસ પગલાં લેવામાં આવે, જેમાં નાના અને સીમાંત ખેડૂતો માટે લક્ષિત પુનઃરચના અને માફીનો સમાવેશ થાય.
ગુજરાતના ખેડૂતોને વધતા ખર્ચનો ભોગ બનવા દઈ શકાય નહીં, જ્યારે સરકાર આંખ આડા કાન કરે છે. કોંગ્રેસ ખેડૂતો સાથે મક્કમપણે ઊભી છે અને અસરકારક રાહત ન મળે ત્યાં સુધી તેમનો અવાજ ઉઠાવતી રહેશે.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular