HomeગુજરાતીREVOઈમેગેઝિન‘શત્રુનો શત્રુ એ આપણો મિત્ર’ ઇઝરાયેલ અંગે સ્વાતંત્ર્યવીર સાવરકરની દીર્ઘદ્રષ્ટિ

‘શત્રુનો શત્રુ એ આપણો મિત્ર’ ઇઝરાયેલ અંગે સ્વાતંત્ર્યવીર સાવરકરની દીર્ઘદ્રષ્ટિ

મંજિરી મરાઠેનો ઇઝરાયેલ પ્રવાસ: સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કોષાધ્યક્ષ અને ‘હિન્દુસ્થાન પોસ્ટ’ના સલાહકાર સંપાદક મંજિરી મરાઠીએ તાજેતરમાં જ ઇઝરાયેલનો અભ્યાસ પ્રવાસ પૂર્ણ કર્યો. આ પ્રવાસ દરમિયાન ત્યાંના સૈન્ય મિજાજનો અનુભવ કરતી વખતે, ઇઝરાયેલ અંગે વીર સાવરકરે રજૂ કરેલા દૂરદર્શી વિચારો કેવી રીતે પ્રત્યક્ષ સાકાર થયા છે, તેનો તેમણે લીધેલો આ તાગ… (ભાગ – 2)

Swatantryaveer Savarkar’s far-sighted vision regarding Israel. ઇઝરાયેલમાં ફરતી વખતે 18 થી 20 વર્ષની વયના સૈન્ય ગણવેશમાં સજ્જ તરુણ-તરુણીઓની ટુકડીઓને જોતી વખતે વિશેષ રૂપે યાદ આવતા હતા સ્વાતંત્ર્યવીર સાવરકર. હિન્દુસ્થાનના રસ્તે-રસ્તેથી, માર્ગે-માર્ગેથી કૂચ કરતા જતાં સૈનિકોના બૂટોના અવાજો સાંભળવાનું તેમનું સ્વપ્ન હતું, જે આપણું મિત્ર રાષ્ટ્ર એવા ઇઝરાયેલમાં અનુભવવા મળ્યું. શાળા-કોલેજોમાં સૈન્ય પ્રશિક્ષણ ફરજિયાત હોવું જોઈએ તેવી તેમની ઈચ્છા હતી, તેથી જ તેમણે સતત સૈન્યીકરણને સમર્થન આપ્યું. આપણે ત્યારે પરાધીન હતા, સૈન્ય બ્રિટિશરોનું હતું પણ તેમાં ભારતીય સૈનિકો જ હતા. તેથી હિન્દુઓએ સૈન્યમાં જોડાવું, શત્રુ પાસેથી જ પ્રશિક્ષણ લેવું, તેમની જ બંદૂકો હાથમાં લેવી, પરંતુ સમય આવતાં જ બંદૂકની નાળ કઈ દિશામાં ફેરવવી તે આપણા હાથમાં હશે — આ મુત્સદ્દી વિચાર અનેક લોકોની વિચારશક્તિથી પર હતો અને આજે પણ છે, એટલે જ તેમને બ્રિટિશરોના ‘રિક્રૂટર’ ગણાવવામાં આવ્યા હતા. વીર સાવરકરના સૈન્યીકરણના સમર્થનને કારણે આઝાદ હિન્દ સેનાને તો સૈનિકો મળ્યા જ, પરંતુ દેશના ભાગલા વખતે સૈન્યમાં હિન્દુઓની સંખ્યા 35 થી વધીને 65 ટકા સુધી પહોંચવાના કારણે જ આઝાદી પછી હિન્દુસ્થાનનું અસ્તિત્વ ટકી રહ્યું.

ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કોષાધ્યક્ષ અને ‘હિન્દુસ્થાન પોસ્ટ’ના સલાહકાર સંપાદક મંજિરી મરાઠીએ, ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી શિમોન મર્સર વુડને સ્વાતંત્ર્યવીર સાવરકરે 1947માં સ્વતંત્ર જ્યુ રાષ્ટ્રને સમર્થન આપતું જે નિવેદન આપ્યું હતું, તે નિવેદન ભેટ સ્વરૂપે અર્પણ કર્યું.
ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના કોષાધ્યક્ષ અને ‘હિન્દુસ્થાન પોસ્ટ’ના સલાહકાર સંપાદક મંજિરી મરાઠીએ, ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી શિમોન મર્સર વુડને સ્વાતંત્ર્યવીર સાવરકરે 1947માં સ્વતંત્ર જ્યુ રાષ્ટ્રને સમર્થન આપતું જે નિવેદન આપ્યું હતું, તે નિવેદન ભેટ સ્વરૂપે અર્પણ કર્યું.

વીર સાવરકર દ્રષ્ટા હતા, દૂરદર્શી હતા. 103 વર્ષ પહેલાં રત્નાગિરી જેલમાં હતા ત્યારે લખેલા, અને 1923માં પ્રકાશિત થયેલા પોતાના ‘Essentials of Hindutva’ નામના પુસ્તકમાં સાવરકરે સ્વતંત્ર યહૂદી રાષ્ટ્રના નિર્માણને સમર્થન આપ્યું હતું. સાવરકર લખે છે, “જ્યુ લોકોના મનોરથો સાકાર થાય અને પેલેસ્ટાઇન એ જ્યુ લોકોના રાષ્ટ્ર તરીકે નિર્માણ પામે તો અમને પ્રત્યક્ષ જ્યુ લોકો જેટલો જ આનંદ થશે”.

યુરોપમાંથી હાંકી કાઢવામાં આવી રહેલા યહૂદીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને સાવરકરે 1938માં બહાર પાડેલા એક પરિપત્રમાં લખ્યું હતું, “તેમને વસવાટ માટે ભારતમાં લાવવાને બદલે તેમણે પેલેસ્ટાઇનમાં વસવાટ કરવો જોઈએ, કારણ કે તે જ તેમની પિતૃભૂ (વડિલોપાર્જિત ભૂમિ) અને પુણ્યભૂ (ધર્મનું ઉદ્ગમ સ્થાન) છે.” જે સમયે ઇઝરાયેલનું નિર્માણ થયું ત્યારે બહુમતી જ્યુઓએ ઇઝરાયેલમાં સ્થાયી થવાનું પસંદ કર્યું.

આ પણ વાંચોઃ ઇતિહાસને હૃદયમાં સાચવી રાખનારા યહૂદી!

ઇઝરાયેલના નિર્માણ પછી 19 ડિસેમ્બર 1947ના રોજ આપેલા ‘ઐતિહાસિક નિવેદન’માં સાવરકર લખે છે, “વિશ્વના બહુમતી પ્રમુખ દેશોએ પેલેસ્ટાઇનમાં સ્વતંત્ર જ્યુ રાષ્ટ્ર સ્થાપવાના યહૂદીઓના અધિકારને માન્ય રાખ્યો અને તેના માટે શસ્ત્ર-અસ્ત્રની સહાય આપવાનું વચન પણ આપ્યું, આ સમાચાર વાંચીને મને આનંદ થયો. આ પ્રશ્ને આપણા ભારતીય વર્તમાનપત્રો પોતાની મુસ્લિમપરસ્ત નીતિને લીધે ખોટી માહિતી આપી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે મુસ્લિમ ધર્મની સ્થાપનાના ઓછામાં ઓછા બે હજાર વર્ષ પહેલાં અબ્રાહમ, મોઝેસ, ડેવિડ, સોલોમન જેવા અનેક રાજાઓ અને ઋષિઓએ તે દેશને પિતૃભૂ અને પુણ્યભૂ માન્યો હતો. અરેબિયન મુસ્લિમોએ સિંધ પર આક્રમણ કર્યું તે પહેલાં, પ્રાચીન ઇજિપ્ત અને પર્શિયા પર ચડાઈ કરીને ત્યાંની સંસ્કૃતિનો બર્બરતાથી વિનાશ કર્યો હતો. તેવી જ રીતે તેમણે જ્યુઓને પણ મૂળમાંથી નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની આ રાક્ષસી મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ નહીં. અરેબિયન મુસ્લિમોની પિતૃભૂમિ અને પુણ્યભૂમિ અરબસ્તાન છે, પેલેસ્ટાઇન નહીં!! આ ઇતિહાસ આપણા વર્તમાનપત્રોએ અને નેતાઓએ સમજવો જોઈએ.”

“આ પ્રશ્ને સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)માં ભારતીય રાજ્ય પ્રતિનિધિઓએ જ્યુ રાજ્યના નિર્માણનો કરેલો વિરોધ દુઃખદાયક છે. આ અંગે વાત કરતી વખતે નેહરુએ જ્યારે કહ્યું કે એશિયાના નાના ઇસ્લામિક દેશોની સહાનુભૂતિ મેળવવા માટે આપણે જ્યુ રાષ્ટ્રનો વિરોધ કર્યો, ત્યારે તો તેમનો પક્ષ વધુ અસમર્થનીય બન્યો. કારણ કે, આ સમયે તેમણે ભારતના અને વિશ્વના જ્યુઓને તથા તેમને સમર્થન આપનારા બળવાન દેશોને કેવું લાગશે તેનો વિચાર ન કર્યો. નાના, નબળા દેશોની સહાનુભૂતિ મેળવવા માટે મોટા સબળ દેશોની સહાનુભૂતિ ગુમાવવાની આ નીતિ અયોગ્ય છે, હાસ્યાસ્પદ છે. આ સમયે તેમણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈતું હતું કે, આ નાના ઇસ્લામિક રાજ્યો અને ચીનમાં પણ ઇસ્લામિક રાજ્ય નિર્માણ કરવાની માંગણી કરનારા આ તમામ ઇસ્લામિક જૂથો, ભારતમાં ઇસ્લામિક રાજ્ય સ્થાપનારા પાકિસ્તાની જૂથને જ સમર્થન આપી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભારતે આફ્રિકાથી લઈને મલેશિયા સુધી એક મુસ્લિમ મોરચો નિર્માણ કરવાનો પ્રયાસ કરનારા ઇસ્લામિક જૂથની શક્તિ નબળી કરવાનો જ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ.”

“આ આક્રમક ઇસ્લામિક શક્તિનો પ્રતિકાર કરવાનું કાર્ય સમર્થ અને સ્વતંત્ર જ્યુ રાષ્ટ્ર કરી શકશે. જ્યુ લોકોના મનમાં હિન્દુજગત પ્રત્યે કોઈ દ્વેષ નથી. ભારતમાં અલ્પસંખ્યક જ્યુઓ પ્રત્યે શંકા રાખવાનું કોઈ કારણ દેખાતું નથી. આજના કોંગ્રેસી નેતાઓની નીતિ ગમે તેવી હોય, પરંતુ ભારતના હિન્દુસંગઠનવાદી પક્ષે નૈતિક અને રાજકીય નીતિ તરીકે પણ સ્વતંત્ર જ્યુ રાષ્ટ્રને પોતાનું સંપૂર્ણ સમર્થન આપીને તેના પ્રત્યે સદભાવના વ્યક્ત કરવી જોઈએ.”

1956માં જોધપુર ખાતે હિન્દુ મહાસભાના અધિવેશનમાં સાવરકરે ઇઝરાયેલ અંગે અત્યંત મહત્વપૂર્ણ વિચાર રજૂ કર્યો હતો. “ભારતે ઇઝરાયેલ સિવાય વિશ્વના મોટાભાગના રાષ્ટ્રોને માન્યતા આપી છે. ઇઝરાયેલને માન્યતા આપવામાં આવે તો તે કૃત્ય મુસ્લિમવિરોધી માનવામાં આવશે, એવો ભારતને ડર છે. પરંતુ જો કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે, તો મોટાભાગના મુસલમાન રાષ્ટ્રો આપણી વિરુદ્ધ પાકિસ્તાનની પડખે ઊભા રહેશે અને તેમનો શત્રુ એવો ઇઝરાયેલ જ આપણો એકમાત્ર મિત્ર રહેશે. તેથી ભારતે ઇઝરાયેલને નિઃસંદિગ્ધ માન્યતા આપવી જોઈએ.”

‘શત્રુનો શત્રુ એ આપણો મિત્રઃ ઇઝરાયેલ’. સાવરકરના આ જ વિચારોથી આજે ઇઝરાયેલ સાથે આપણા મૈત્રીપૂર્ણ અને વ્યાપારી સંબંધો સ્થપાયા છે. તે પ્રત્યક્ષ સાકાર થતાં 2017 નું વર્ષ આવી ગયું હોવા છતાં, શરૂઆત થઈ તે મહત્વનું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular