નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ચાલી રહેલા સંઘર્ષ સંબંધિત તાજેતરના વિકાસક્રમ પર પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારતના માનવ-કેન્દ્રિત અભિગમનો પુનરોચ્ચાર કર્યો હતો અને ભારતની સુસંગત સ્થિતિને દોહરાવી હતી કે સંઘર્ષનું સમાધાન વાતચીત અને કૂટનીતિ દ્વારા જ થવું જોઈએ. તેમણે સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ હેતુ તમામ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી હોવાની ભાવના વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ બંને દેશોના લોકોના પરસ્પર હિત માટે વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુક્રેન દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાના પગલાંઓ પર પણ ચર્ચા કરી હતી.








