Homerevoinewsમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ વિવિધ પ્રકલ્પની સમીક્ષા ધરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ વિવિધ પ્રકલ્પની સમીક્ષા ધરી

  • સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-૨ અને ફેઝ-૩ પૂર્ણ થતાં રિવરફ્રન્ટની લંબાઈ બંને બાજુએ થઈને ૪૦ કિ.મી.ની થશે

અમદાવાદ, 16 નવેમ્બર, 2026 – Sabarmati Riverfront Development મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-૨ અને ફેઝ-૩ના વિવિધ પ્રકલ્પોની સ્થળ મુલાકાત કરીને સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે છ લેનનો બેરેજ કમ બ્રીજ, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૨ અંતર્ગત સરદાર પટેલ એન્ક્લેવ કેનોપી સ્ટ્રક્ચર, કોટેશ્વર મહાદેવ મંદિર પાછળ અને ઇન્દિરા બ્રીજની નીચેના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩ અંતર્ગત સાબરમતીના પશ્ચિમ છેડા તરફ કોતરપુર સામે‌ અને પૂર્વ તરફ કરાઈ નજીક નર્મદા કેનાલ એસ્કેપ પાસે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીશ્રીએ કામની પ્રગતિનો તાગ મેળવીને ઝડપી કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચોઃ ગાંધીનગરની આ યુનિવર્સિટીમાં ધર્માંતર અને ગુજરાતીઓ સાથે ભેદભાવના ગંભીર આક્ષેપ

મુખ્યમંત્રીશ્રીની આ સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠકોમાં અમદાવાદ શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી આઈ. પી. ગૌતમ, કમિશનર શ્રી બંછાનિધિ પાની સહિત, શાસક પક્ષ નેતા શ્રી જશુભાઈ ઠાકોર, દંડક શ્રી અતુલ મિશ્રા એએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ સહભાગી થયા હતા.

Chief Minister Bhupendra Patel reviewed various projects under the Sabarmati Riverfront Development
Chief Minister Bhupendra Patel reviewed various projects under the Sabarmati Riverfront Development

અત્રે ઉલ્લેખનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ-૨ અને ફેઝ-૩ પૂર્ણ થતાં રિવરફ્રન્ટની કુલ લંબાઈ બંને બાજુએ થઈને ૪૦ કિ.મી.ની થશે. ફેઈઝ-૨ અંર્તગત નદીની બંને કાંઠે ડફનાળાથી ઈન્દિરા બ્રીજ સુધીના ૫.૫૦ કિ.મી. ની નદીની લંબાઈમાં (બંને બાજુ ઉપર કુલ ૧૧ કિ.મી.) રિવરફ્રન્ટ ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઈઝ-૩ અંર્તગત નદીની બંને કાંઠે ઈન્દિરા બ્રીજથી નર્મદા મેઈન કેનાલ સુધી 5 કિ.મી. ની નદીની બંને બાજુ ઉપર કુલ ૧૦ કિ.મી. સુધી ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સિક્સ લેનનો બેરેજ કમ બ્રીજ ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમથી સંચાલિત હશે. ૩.૫ મીટર ઊંચાઈના એર ફિલ્ડ રબર ટાઈપ સ્પેશ્યલાઈઝડ બેરેજથી ગાંધીનગર તરફના રિવરફ્રન્ટમાં પાણી ભરાયેલું રહેશે. ગુજરાતનો આ પ્રકારનો પ્રથમ બેરેજ કમ બ્રીજ બની રહેશે.

રિવરફ્રન્ટના નવા ફેઈઝમાં નદીનાં બંને કાંઠે ગ્રીન ઝોન, અલગ અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ કલ્ચર અને સ્વાસ્થ્ય માટે તેમજ લોકો માટે જુદા જુદા લેવલ પર સીટીંગ વ્યવસ્થા જેવી સુવિધાઓ હશે.

રિવરફ્રન્ટનો પ્રકલ્પ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કો. લિ. દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img