Homeગુજરાતીદેશ-વિદેશવૈભવ સૂર્યવંશીનો ડબલ ધમાકો! UAE સામે ઐતિહાસિક બેવડી સદી ફટકારી ભારતને સેમિફાઈનલમાં...

વૈભવ સૂર્યવંશીનો ડબલ ધમાકો! UAE સામે ઐતિહાસિક બેવડી સદી ફટકારી ભારતને સેમિફાઈનલમાં પહોંચાડ્યું

નવી દિલ્હી, 24 નવેમ્બર 2026: વૈભવ સૂર્યવંશીના ધમાકેદાર બેટિંગ પ્રદર્શનની મદદથી, ઈન્ડિયા-એ (India-A) એ UAE ને સાત વિકેટથી હરાવીને 2026 એશિયા કપ ‘રાઈઝિંગ સ્ટાર્સ’ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. UAE સામે, વૈભવે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી અને માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ત્યારબાદ તેણે 28 બોલમાં સદી ફટકારી જે ‘લિસ્ટ A’ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી છે. આ પછી, વૈભવે ૫૨ બોલમાં બેવડી સદી પૂરી કરી, જે ‘લિસ્ટ A’ ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી ઝડપી બેવડી સદી છે.

સૂર્યવંશી નેપાળ અને ત્યારબાદ પાકિસ્તાન સામે કોઈ નોંધપાત્ર ઇનિંગ્સ રમી શક્યા ન હતા, પરંતુ UAE સામે તેમણે ધૂમ મચાવી દીધી. UAEએ ટીમ ઈન્ડિયા સામે જીતવા માટે 250 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેને ભારતીય ટીમે માત્ર 14.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો અને આ રીતે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

UAE એ 249 રન બનાવ્યા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, UAEની ટીમે આઠ વિકેટના નુકસાને 249 રન બનાવ્યા. UAE માટે હરપ્રીત સિંહ ભાટિયાએ શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા સદી ફટકારી હતી; તેણે 144 બોલમાં 130 રનની ઇનિંગ રમી, જેમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. ટીમ ઇન્ડિયા તરફથી અરશદ ખાને શાનદાર બોલિંગ કરી અને ચાર વિકેટ ઝડપી. અરશદની આ અસાધારણ બોલિંગને આભારી જ ‘ઇન્ડિયા A’ ટીમ UAEને 249 રન પર રોકી શકી.

વૈભવ સૂર્યવંશીની રેકોર્ડબ્રેક ઇનિંગ્સ

250 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે, વૈભવ સૂર્યવંશીની મદદથી ભારતીય ટીમને તોફાની શરૂઆત મળી. વૈભવે પહેલી જ ઓવરથી પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા અને ત્રણ સિક્સ ફટકારી હતી. તેણે એક છેડેથી આક્રમક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે આગળ વધીને 28 બોલમાં સદી અને ત્યારબાદ ૫૨ બોલમાં બેવડી સદી ફટકારી. આ સાથે, વૈભવ લિસ્ટ-એ (List-A) ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટર બની ગયો છે.

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારા બેટ્સમેનો:

વૈભવ સૂર્યવંશી – 52 બોલ

ચૅડ બોવ્સ – 103 બોલ

ટ્રેવિસ હેડ – 114 બોલ

એન. જગદીસન – 114 બોલ

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બેટ્સમેનો:

વૈભવ સૂર્યવંશી – 28 બોલ

જેક ફ્રેઝર-મેકગર્ક – 29 બોલ

એબી ડી વિલિયર્સ – 31 બોલ

સાકિબુલ ગની – 32 બોલ

ઈશાન કિશન – 33 બોલ

લિસ્ટ A ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા બેટ્સમેનો:

વૈભવ સૂર્યવંશી – 28

ડાર્સી શોર્ટ – 23

બેવન જેકબ્સ – 21

ભારત મેચ જીત્યું

ભારત માટે, વૈભવ એક છેડેથી સતત રન બનાવી રહ્યો હતો. તેણે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી દીધી. સૂર્યવંશીએ માત્ર ૫૩ બોલમાં 204 રનની ઇનિંગ રમી, જેમાં 28 છગ્ગા અને સાત ચોગ્ગા સામેલ હતા. તેના શાનદાર પ્રદર્શનને કારણે, ભારતે 14.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કરી લીધો. આ જીત સાથે, ભારતીય ટીમે સેમીફાઇનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

વધુ વાંચો: UAEમાં કાળમુખો અકસ્માત! રાસ અલ ખૈમાહમાં બસ અને લૉરીની ભીષણ ટક્કરમાં 11નાં મોત

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img