Site icon Revoi.in

અંજારમાં નર્મદાની પાઈપલાઈનના વાલ્વ સાથે કાર અથડાતા 40 ફુટ ઊંચા ફુવારા ઉડ્યા

Social Share

ભૂજ, 2 જુલાઈ, 2026 : A car collided with a Narmada pipeline valve કચ્છના અંજાર નજીક રિવેરા ફાર્મ પાસે રોડ પર પુરપાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર નર્મદાની મુખ્ય પાઈપલાઈનના વાલ્વ સાથે ધડાકાભેર અથડાતા પાઈપ લાઈનમાંથી 40 ફુટ ઊંચા ફુવારા ઊડ્યા હતા. અને પાણીનો વેડફાટ થયો હતો. પાણીનો જોરદાર પ્રવાહ રસ્તા પર ફરી વળતા સમગ્ર વિસ્તાર પાણીથી છલકાઈ ગયો હતો.

કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા અને ગરમીને લીધે  પાણીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, જિલ્લાના અનેક છેવાડાના વિસ્તારોમાં પાણીની અછત પણ અનુભવાઈ રહી છે. ત્યારે અંજાર નજીક આવેલા રિવેરા ફાર્મ પાસે બુધવારે સાંજે નર્મદાની પાણીની મુખ્ય લાઇન સાથે એક કાર અથડાઈ હતી. અકસ્માતના કારણે લાઇન પર લગાવવામાં આવેલ એર વાલ્વ તૂટી ગયો હતો. જેના પરિણામે મોટી માત્રામાં પાણી બહાર નીકળવા લાગ્યું હતુ. એર વાલ્વ તૂટતા અંદાજે 40 ફૂટ સુધી ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. ઘટનાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાણીનો જોરદાર પ્રવાહ રસ્તા પર ફરી વળતા સમગ્ર વિસ્તાર પાણીથી છલકાઈ ગયો હતો.

કચ્છના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વચ્ચે લાખો લીટર કિંમતી પાણીનો વેડફાટ થતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. એક તરફ લોકો પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવી ઘટનામાં મોટી માત્રામાં પાણી વેડફાતા પાણીના સંચાલન અને સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

Exit mobile version