Site icon Revoi.in

સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાશે

Social Share

સુરતઃ  શહેરમાં  તાપી નદી પર રિવરફ્રન્ટને ધ્યાને રાખીને હવે વોટર મેટ્રો પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. સુરતને લોજીસ્ટ્રીફ્સના ક્ષેત્રમાં એક મોટું ગ્રોથ હબ બનાવવા બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે વોટર મેટ્રો માટે ફિઝિબિલિટી રિપોર્ટ માટે કવાયત શરૂ થઈ છે.  મ્યુનિ. કોર્પોરેશન  દ્વારા તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરાશે તો કોચી પછી સુરત વોટર મેટ્રો શરુ કરનારૂ  શહેર બની જશે,

સુરતના મ્યુનિ, કમિશનર પેરીસ ગયા હતા ત્યારે કોચી શહેરની વોટર મેટ્રો વિશે ચર્ચા કરી હતી. હવે શહેરમાં વોટર મેટ્રો માટે મ્યુનિ.કોર્પોરેશનની ટીમને ગાઈડન્સ લેવા કોચી મોકલવામાં આવશે, ઉપરાંત પેરીસની એએફડી (ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી)એ પણ સુરત મ્યુનિને વોટર મેટ્રો માટે વિનામુલ્યે ગાઈડન્સ આપવા માટેની મૌખિક સહમતિ આપી છે.

ભારતના કોચીમાં દેશની પહેલી વોટર મેટ્રો છે, તેવી જ વોટર મેટ્રો સુરતમાં તાપી નદીમાં બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. થોડા સમય પહેલા પેરીસ ખાતે ટ્રાન્સપોર્ટેશન અંગેના વર્કશોપમાં ગુજરાત સરકાર વતી પ્રતિનિધિ તરીકે હાજર સુરતના મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ સાથે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ હેડ પણ ઉપસ્થિત હતા. તેમની આ મુલાકાત બાદ સુરતમાં પણ તાપી નદીમાં વોટર મેટ્રો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગેની વધુ માહિતી આપતા મ્યુનિ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત ભારતમાં સૌથી બેસ્ટ કનેક્ટેડ સીટી તરીકે ઉભરી રહ્યું છે. શહેરમાં રોડ (એક્સપ્રેસ હાઈવે) બુલેટ ટ્રેન, મેટ્રો અને પોર્ટ જેવી કન્ટેટીવીટી પણ મળી શકે છે. મ્યુનિના બજેટમાં પણ આ અંગે જોગવાઈ કરવામાં આવી હતી અને તે માટે ફિઝિબિલિટી  રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. શહેરની તાપી નદીમાં વોટર મેટ્રોનો પ્રોજેક્ટ શક્ય છે કે નહીં તેની ફિઝિબિલિટીની ચકાસણી માટે કોચી વોટર મેટ્રોની ટીમે સુરત આવવા માટે તૈયારી બતાવી છે. આ ઉપરાંત દિવાળી પછી સુરત મ્યુનિની ટીમ પણ વોટર મેટ્રોના અભ્યાસ માટે કોચી જશે. વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે ટેકનિકલ, નાણાકીય સહાય માટે એએફડીએ મૌખિક સંમતિ આપી છે જોકે, સુરત મ્યુનિ. હવે લેખિત સંમતિ માંગવામા આવશે. કમિશનરે વધુમાં જણાવ્યું કે, કોચીમાં ઉપયોગમાં લેવાતી વોટર મેટ્રો પ્રોજેક્ટ માટેની તમામ બોટ ઈલેક્ટ્રીક છે. તેથી પર્યાવરણની દ્રષ્ટીએ પણ ખૂબ ફાયદો થઈ શકે છે.

Exit mobile version