Site icon Revoi.in

ગાંધીનગરમાં કૂડાસણથી પોર જતા રોડ પર ગેસની લાઈન તૂટતા આગ લાગી

Social Share

ગાંધીનગર, 26 જુન, 2026 : Fire broke out due to gas line breakage શહેરના કુડાસણથી પોર તરફ જતા રોડ પર ગેસની મેઈન લાઈન ધડાકા સાથે તૂટી ગયા બાદ આગ લાગી હતી. જેના લીધે અફરા-તફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ ગાંધીનગર ફાયર વિભાગની ટીમો દ્વારા બે ગાડીઓ સાથે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતો. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર શહેરમાં  કુડાસણથી પોર તરફ જતા રોડ નજીક મેઈન ગેસ લાઈન ધડાકા સાથે તૂટી જતા ગેસ લીકને લીધે આગ ફાટી નિકળી હતી. આગને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતાની સાથે જ ફાયર ફાઈટરની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે. ફાયર અધિકારીઓ અને જવાનોએ સ્થળ પર પહોંચીને સૌપ્રથમ ગેસ કંપનીના સત્તાધીશોનો સંપર્ક સાધી પાઈપલાઈનનો મુખ્ય સપ્લાય બંધ કરાવ્યો હતો. ગેસ પુરવઠો બંધ કરાયા બાદ ફાયર ફાયટરોના કાફલાએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. આ ઘટનાના પગલે સ્થાનિક ગેસ કંપનીના એન્જિનિયરોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે આ દુર્ઘટના પાછળ કોઈ બેદરકારી હતી કે કેમ તેની ઉંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ. વહીવટી તંત્ર દ્વારા આવી પાઇપ લાઇનોનું કડક સેફ્ટી ઓડિટ કરવું જોઈએ.

Exit mobile version