Site icon Revoi.in

સાબરમતીમાં કાળીગ્રામના રેલવે યાર્ડમાં પાર્ક કરેલી ટ્રેનના કોચમાં આગ લાગી

Social Share

અમદાવાદ, 14 જુલાઈસ 2026 : A fire broke out in the coach of a train parked at the Kaligram railway yard   શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા કાળીગ્રામ યાર્ડમાં સાફ-સફાઈ માટે ઊભેલી પેસેન્જર ટ્રેનના એક કોચમાં  કોઈ કારણોસર આગ ફાટી નીકળતા ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગની જાણ થતા આજુબાજુના કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને આગ લાગ્યાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તાત્કાલિક 4 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં જાનહાનિ થઈ નથી. આગ લાગવાના કારણ અંગે રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે,  શહેરના સાબરમતી વિસ્તારમાં કાળીગ્રામના રેલવે યાર્ડમાં કોચની સાફ સફાઈ અને મરામત માટે પેસેન્જર ટ્રેન પાર્ક કરવામાં આવી હતી. ટ્રેન યાર્ડમાં લાવવામાં આવી હોવાથી પ્રવાસીઓ નહતા.દરમિયાન ટ્રેનના એક કોચમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાના પગલે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓ અને સ્ટાફ દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ થઈ હતી. જેથી ફાયરની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પેસેન્જર ટ્રેન નો કોચ હતો જો કે યાર્ડમાં ગાડી લાવવામાં આવી હતી તેથી તેમાં કોઈ પ્રવાસી હતા નહીં. રેલ્વે વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક યાર્ડમાં દોડી આવ્યા હતા.

Exit mobile version