Homeગુજરાતીઅમદાવાદના થલતેજ વિસ્તારમાં એક મોલમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક મોલમાં આગ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એક મોલમાં આગની ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. મોલમાં સિરામિકના શો-રૂમમાં શોર્ટ સરકીટથી આગ લાગી હોવાનું જાણવા મળે છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ઈમારતમાં કેટલીક હોટલો અને જાણીતી કંપનીઓની ઓફિસ આવેલી છે. દરમિયાન એક શો-રૂમમાં આગની ઘટના બની હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ઈમારતમાં હાજર તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢ્યાં હતા. તેમજ ભારે જહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સરકીટના કારણે આગની આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. તેમજ આગની આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી. રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ એનઓસી અને ફાયરસેફ્ટી મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન શહેરના થલતેજ વિસ્તારમાં મોલમાં આગની ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img