Site icon Revoi.in

રાજકોટના લોઠડા ગામના ઊંડા કૂવામાં પડેલા શિયાળના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું

Social Share

રાજકોટ, 24 જુન 2026 : A fox cub that fell into a deep well was rescued  જિલ્લાના લોઠડા ગામ નજીક આવેલા એક ઊંડા કૂવામાં શિયાળનું બચ્ચું પડી ગયું હતું. જેની ગ્રામલોકોને જાણ થતાં જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમે દોડી જઈને તપાસ કરતા ઊંડા કૂવામાં શિયાળનું બચ્ચુ બહાર નિકળવા માટે તરફડી રહ્યું હતું. દરમિયાન દોરડા અને રસ્સીના સહારે વન વિભાગના એક કર્મચારીને કૂવામાં ઉતર્યો હતો. જે બાદ શિયાળના બચ્ચાને પિંજરામાં પૂરી કૂવાની બહાર કાઢવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેને મુક્ત કરી દેવામાં આવ્યું હતું.

આ બનાવની વિગત એવી છે. કે, રાજકોટ જિલ્લાના લોઠડા ગામ નજીક એક ઊંડા કૂવામાં શિયાળનું બચ્ચુ પડી ગયું હતું. અને બહાર નીકળવા પ્રયાસો કરતું હતું. જેની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ તુરંત ત્યાં પહોંચી ગયો હતો. અને વન વિભાગના ત્રણથી ચાર કર્મચારીઓ દ્વારા શિયાળનું રેસ્ક્યું કરવાનું નક્કી કરાયું હતું. બાદમાં એક મોટા દોરડા સાથે એક યુવાનને ઊંડા કૂવામાં ઉતર્યો હતો. વન કર્મચારી કૂવામાં ઉતરતા જ ગભરાયેલુ શિયાળનું બચ્ચુ કૂવાની બખોલમાં જઈને છૂપાઈ ગયુ હતું. દરમિયાન કૂવામાં નાનુ પાંજરૂ ઉતારવામાં આવ્યું હતું. અને વન કર્મચારીએ બખોલમાંથી શિયાળના બચ્ચાને પકડીને પાંજરામાં પુરી દીધુ હતું. ત્યારબાદ શિયાળના બચ્ચાને કૂવાની બહાર કાઢવામાં આવ્યુ અને પછી તે પીંજરાને ખુલ્લા મેદાનમાં જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યુ. આ રીતે વન વિભાગે વિભાગે શિયાળના બચ્ચાનું રેસ્ક્યું કરવામાં આવ્યુ હતુ.

Exit mobile version