1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’માં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર સહભાગી થયા
ગાંધીનગરમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’માં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર સહભાગી થયા

ગાંધીનગરમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’માં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર સહભાગી થયા

0
Social Share

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ગ્રેડ શો 2024ની મુખ્ય જવાબદારી સંભાળનાર અને ઉચ્ચ- ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ  મુકેશ કુમારે જણાવ્યું હતું કે, હેલીપેડ ખાતે યોજાયેલ ચાર દિવસીય વાઈબ્રેન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ઉદ્યોગકારો, મહાનુભાવો અને યુવાનો ઉત્સાહભેર મોટી સંખ્યામાં સહભાગી થ‌ઈને દરેક પેવેલિયનોને રસપૂર્વક નિહાળ્યા હતા.

અગ્ર સચિવ  મુકેશ કુમારે જણાવ્યું હતું કે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024″નું 9મી જાન્યુઆરીના રોજ  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું ત્યારથી જ મુલાકાતીઓએ ભારે  રસ દાખવ્યો હતો. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 13 ડોમમાં થીમેટક એક્સ્પો રાખવામાં આવ્યા હતા. જેમાં ઇન્ટરનેશનલ પેવેલિયન, ઇ-મોબિલિટી, બ્લુ ઈકોનોમિ, મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારત, સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટ, એજ્યુકેશન એન્ડ સ્ટાર્ટઅપ ,ટેકએડ સહિતની થીમ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ખુલ્લી જગ્યામાં લેટેસ્ટ મીલીટરી વેપન પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.

અગ્ર સચિવ  મુકેશ કુમારે જણાવ્યું કે ખાસ કરીને જે દુનિયામાં ઇમર્જીંગ ઇકોનોમિ અને બિઝનેસ સેક્ટરમાં પોટેન્શિયલ છે તથા આવનારા દિવસોમાં ઇમ્પેક્ટ થવાની છે, લીડિંગ રોલ પ્લે કરવાના છે તેમાં ખાસ ઇ- મોબીલિટી એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સ્ટુડન્ટ્સ અને લોકો નવા નવા આઈડિયા લઈને આવ્યા છે તેમને પ્રોત્સાહન માટે એજ્યુકેશન સેન્ટરના પેવેલિયનમાં મોટાપાયે સ્ટાર્ટઅપનું પ્રોત્સાહન જોવા મળ્યું હતું .જેમાં પોતાના અનુભવો શેર કરવા માટે પ્લેટફોર્મ આપ્યું હતું, જેનાથી વિધાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે.

પેવેલિયનમાં વિવિધ આકર્ષણો બાબતે   મુકેશ કુમારે જણાવ્યું કે ટેકેડ પેવેલિયનમાં ચંદ્રયાન -3નું મોડલ રાખવામાં આવ્યું હતું જે મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત ઓલિમ્પિક -2036 માટે  જે તૈયારીઓ શરૂ કરી છે તે  સ્ટેડિયમનું મોડલે પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. વધુમાં વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિક વ્હિકલના વર્તમાન અને નજીકના ભવિષ્યમાં મોડલ લોન્ચ થવાના છે  તેનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. બધા ડોમમાં એક હજારથી વધારે નાના મોટા એક્ઝિબિટર્સ હતા જેઓએ પોતાની પ્રોડક્ટની માહિતી મુલાકાતીઓને ઉત્સાહથી આપી હતી. વિદેશથી આવનાર ડેલીગેશનને તેમની બિઝનેસ મિટ થાય અને ભારતના નિકાસકારોને વિદેશમાંથી ઓર્ડર મળે તે માટે “રિવર્સ બાયર સેલેર મીટ” યોજવામાં આવી હતી. એકંદરે આજે 13મી જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોનો છેલ્લો દિવસ હતો અને અત્યાર સુધીના પરિણામો ઉત્સાહજનક રહ્યા છે તેમ, તેમણે ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code