અમદાવાદ, 10 મે 2026: Massive fire breaks out at auto parts company in Moraiya જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામ નજીક આવેલી ઓટો પાર્ટ્સ બનાવતી એક ફેકટરીના ગોદામમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. આગના બનાવની જાણ થતાં અમદાવાદ, સાણંદ, બાવળા, ધોળકાથી ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે, સાણંદ તાલુકાના મોરૈયા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં શનિવારે ભીષણ આગનો બનાવ બન્યો હતો. જેમાં ટુ-વ્હીલરના મજગાર્ડ બનાવતા ગોડાઉનમાં આગ ભભૂકી હતી. આગ લાગતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે આગ ફાયર વિભાગને જાણ કરતાં પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. આગ લાગતા સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. આગ એટલી બધી વિકરાળ હોવાથી બાજુની કંપનીઓ પણ આગની લપેટમાં હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ સાણંગના મોરાયા પાસે ટૂ – વ્હીલરના મજગાર્ડ બનાવતા ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થતા અમદાવાદ, સાણંદ, બાવળા, ધોળકાથી ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી, અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગ લાગ્યાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

