Site icon Revoi.in

દહેગામની GIDCમાં આવેલી વુડન ફેકટરીમાં લાગી ભીષણ આગ

Social Share

ગાંધીનગરઃ દહેગામ શહેર નજીક આવેલી જીઆઇડીસીમાં આવેલી પ્લાયવુડના દરવાજા બનાવતી એક ફેક્ટરીમાં વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નિકળી હતી, આગની જાણ દહેગામ નગરપાલિકાની ફાયર ટીમને કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દાડી જઈને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, દહેગામ શહેરની જીઆઇડીસીમાં આવેલી પ્લાયવુડના દરવાજા બનાવતી એક વુડન ફેક્ટરીમાં વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નિકળતા લોકોએ દહેગામ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગના ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ એમ.રાઠોડ તેમના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. દરમિયાન આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ સતત પાણીનોમારે ચલાવીને ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.બીજી તરફ ઘટનાની જાણ થતા દહેગામ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી

પ્લાયવુડના દરવાજા બનાવતી વુડની ફેકટરીમાં  લાગેલી આગમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે જોકે સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. દહેગામ જીઆઇડીસીની પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.