Site icon Revoi.in

અમદાવાદના જૂહાપુરામાં બે ગુનેગારોના ઘર પર મ્યુનિનું બુલડોઝર ફર્યું

Social Share

અમદાવાદઃ શહેરના જૂહાપુરા વિસ્તારમાં ગુનાઈત પ્રવૃતિ સાથે સંકળાયેલા બે શખસોના ગેરકાયદે મકાનો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તોડી પડાયા હતા. ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસનો સઘન બેદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દબાણ હટાવની કામગીરી નિહાળવા લોકોના ટોળાં એકઠા થયા હતા. પણ પોલીસે ટોળા વિખેરી નાંખ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જુહાપુરા વિસ્તારમાં પોલીસના બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે  મિલકતો ધરાવતા અને ગુનાઈત પ્રવૃતિમાં સંડાવાયેલા બે શખસોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.  અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના ઝુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી નઝીર વોરા વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલો છે. 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીએ બાંધકામ કર્યું છે, જે ગેરકાયદેસર હોવાને લઈને તેને ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત જુહાપુરા વિસ્તારમાં જ સોનલ ચાર રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં સરફરાઝ કીટલીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ રહેણાંક પ્રકારનું 168 ચોરસ મીટર નું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતુ. જે ગેરકાયદેસર બાંધકામને પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

Exit mobile version