1. Home
  2. ગુજરાતી
  3. મિલિટરી પાવર વિના વિશ્વસત્તા ન બની શકાય
મિલિટરી પાવર વિના વિશ્વસત્તા ન બની શકાય

મિલિટરી પાવર વિના વિશ્વસત્તા ન બની શકાય

0
Social Share

(સ્પર્શ હાર્દિક) 

વિખ્યાત ટીવી શૉગેમ ઑફ થ્રોન્સમાં એક પાત્ર, રાણી સર્સી લેનિસ્ટરને કહે છે, “નોલેજ ઇઝ પાવર.” જવાબમાં સર્સી સૈનિકોને આદેશો આપતી જાય છે, “આને પકડી લોએનું ગળું કાપી નાખોઊભા રહો! મારું મન બદલાઈ ગયું છે. આને જવા દો.” અંતે સર્સી પાત્રને કહે છે, “પાવર ઇઝ પાવર.” જાણકારી, ચતુરાઈ, જ્ઞાન વગેરેનું આગવું મહત્વ છે એની ના નહીં, પરંતુ ખરી તાકત, સત્તા કે પ્રભાવનો કોઈ બીજો વિકલ્પ નથી. આજે ભારતને ભારતીયો ઉપરાંત વિદેશીઓ એક ઊભરતી તાકત તરીકે જોઈ રહ્યા છે ત્યારે ભારતના હાર્ડ પાવર વિશે તંત્ર અને જનતા બંનેએ ગંભીરપણે વિચારવું રહ્યું

અમેરિકા વિશ્વસત્તા બની શક્યું અને લાંબો સમય સ્થાને ટકી રહ્યું છે એનું મોટું કારણ મિલિટરી પાવર છે. ટેક્નોલોજી અને ઇકોનોમી જેવા ક્ષેત્રોમાં એનો પ્રભાવ સીધી કે આડકતરી રીતે મિલિટરી પાવર પર ટકેલો છે. ‘પેટ્રોડોલરશબ્દ ઘણાએ અચૂક સાંભળ્યો હશે. ક્રુડ ઑઇલના ઉત્પાદક મિડલ ઇસ્ટના કેટલાક દેશો સાથે અમેરિકાની સંધિ રીતની છે કે તેઓ ક્રુડ ઑઇલનો વેપાર ડોલરમાં કરશે, નહીં કે પોતાના દેશના ચલણી નાણામાં. શા માટે? સાઉદી અરેબિયાએ આવું અમેરિકા પાસેથી સૈન્ય અને રાજકીય સંરક્ષણ મેળવવા કર્યું અને બીજા દેશો એને અનુસર્યા. પરિણામે અન્ય દેશોના ભંડારમાં અમેરિકન ડોલરનું હોવું જરૂરી બન્યું, જેથી ડોલરની વિશ્વભરમાં માંગ વધી અને ગ્લોબલ કરન્સી બની ગયો. બધું ત્યારે શક્ય બન્યું જ્યારે અમેરિકા પાસે સૈન્ય અને રાજકીય સંરક્ષણ આપવાની તાકત હતી. પ્રકારના મિલિટરી પાવરને કારણે અમેરિકા રાજકીય અને આર્થિક રીતે લગભગ આખાયે જગતમાં વર્ચસ્વ જમાવી શક્યું છે

વૈશ્વિક સ્તરે નક્કર તાકત ફેલાવી શકવાની ક્ષમતા જેતે રાષ્ટ્રને સુપર પાવર બનાવે છે. આપણા દેશના આસપડોશના ક્ષેત્રઇન્ડોસ્ફિઅરમાં આવતા ઘણા નાના દેશો પર હજુ પણ ભારત નક્કર પ્રભાવ પાડવામાં ખાસ સફળ થયું નથી હકીકત છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે હાલ આપણા સંબંધો સારા જણાય છે, પરંતુ નેપાળ અને માલદીવ જેવા દેશો અવારનવાર ભારત વિરોધી વલણ દર્શાવતા રહે છે. ભારતે કાયમ જેની સાથે સારા સંબંધ રાખી સતત મદદ કરી છે, એ નાનકડા ટાપુ માલદીવનો ચીન સમર્થક નવો રાષ્ટ્રપતિ હાલમાં જ બોલ્યો હતો કે તે એ ત્યાંથી ભારતીય સેનાને હટાવશે! 

વિશ્વસત્તા કે સુપર પાવર બનવાના પંથ પર ભારતે હજુ ઘણું ચાલવાનું છે. જોકે, ભારત પોતાના નેરેટિવને ઋજુ કરતું રહ્યું છે. પહેલાં ભારતેવિશ્વ ગુરુ તરીકે પોતાની ઓળખ દર્શાવી અને હવેવિશ્વ મિત્રજેવો શબ્દ આપણા નેરેટિવમાં વણાયો છે. આવા શબ્દો વાપરવા પાછળનો આશય સ્પષ્ટ છે. સૈન્ય અને આર્થિક તાકતના દમ પર નાના રાષ્ટ્રો પર સતત દબાણ લાવી કે એમને પજવી ધાર્યું કરનારી વિશ્વસત્તા જેવું ભારત થવા નથી માંગતું. તેમ છતાં સત્ય પ્રસ્તુત રહે છે કે ભારતે હજુ વધુ મિલિટરી પાવર એકઠો કર્યા વિના નહીં ચાલે

વિષયમાં, ભારત સામે અત્યારે એક મોટો પડકાર શસ્ત્રો, ફાઇટર પ્લેન, ટેન્ક, ઍસૉલ્ટ રાયફલ, ઇત્યાદિ જેવા આધુનિક અને કાર્યક્ષમ સાધનોની અછતનો છે. આપણા સૈનિકોની વીરતા અદ્વિતિય છે એની ના નહીં, પરંતુ ઓછા કાર્યક્ષમ અને જુનવાણી સાધનોથી એમનું અમૂલ્ય જીવન જોખમમાં મૂકાય અને સરવાળે આપણી સૈન્ય શક્તિ નબળી પડે. ભારતે દાયકાઓથી મોટા ભાગની ડિફેન્સ ડીલ રશિયા સાથે કરી છે, પરંતુ કડવી હકીકત આપણે સૌએ પચાવવી પડશે કે આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે રશિયન ટૅક્નોલોજી આઉટડેટેડ ગણાય છે. રશિયાએ પોતાના દેશને ઘણા અંશે બંધિયાર બનાવી દીધો હોવાથી અપવાદ સિવાય ત્યાં ખાસ ઇનોવેશન થયું નથી. જ્યારે અમેરિકા અને યુરોપના ડિફેન્સ સેક્ટરમાં ખાસ્સું ડેવલેપમેન્ટ જોવા મળ્યું છે. અત્યાર સુધી આપણે રશિયા પાસેથી ખરીદી કરી પાછળનો એક તર્ક એવો પણ છે કે, જો ભારત જેવું ગ્રાહક ગુમાવે તો રશિયા ચીન જેવા આપણા વિરોધીઓ સાથે ડિફેન્સ ડીલ કરવાનું શરૂ કરી દે. ભારત અને પશ્ચિમી તાકતો પણ કદી નથી ઇચ્છતી કે બંને રાષ્ટ્રો વચ્ચે ગાઢ મૈત્રી બંધાય. રશિયા પાસેથી જુનવાણી સાધનો ખરીદીને આપણે જાણે આની ઘણી કિંમત ચૂકવી છે. પરંતુ લાંબા સમય સુધી નીતિ સફળ રહી શકે. પશ્ચિમ તરફથી રશિયા અને ચીન પર સતત વધતું દબાણ એમને એકઠા થવા વધુ પ્રેરશે. રાફૅલ ડીલ જેવા હજુ વધુ પડાવો ભારતે પાર કરવાના રહેશે, જેમાં જેટ પ્લેન કે અન્ય સંસાધનોના પાયામાં રહેલી ટૅક્નોલોજી પણ ભારતને મળે મહત્વનું છે. સાથે, ટૅક્નોલોજીના પાયા પર આપણા દેશના ડિફેન્સ સેક્ટરની ઊંચી ઇમારત ચણાય તો ભારત મિલિટરી ક્ષેત્રે ખરા અર્થમાં આત્મનિર્ભર બનશે. માટે જરૂરી છે ઇન્ડસ્ટ્રિઅલ તાકત વધારવાની. જેટ એન્જિન પાછળ કામ કરતી ટૅક્નોલોજી મળી જાય પછી પણ એના આધારે ભારતમાં એક સામટાં ઘણાં જેટ એન્જિન બનાવી શકાય હદની ઔદ્યોગિક ક્ષમતા હજુ આપણે પામી નથી શક્યા

ભારતનો મિસાઇલ પ્રોગ્રામ અત્યંત સફળ રહ્યો છે, જેનું પુનરાવર્તન અન્ય સેક્ટરમાં થવું આવશ્યક છે. ભારતના બુદ્ધિધનમાં ક્ષમતાઓ અપાર છે, પરંતુ ક્યાંક સરકારી સિસ્ટમનો દોષ છે કે ક્ષમતાઓ ઘસાઈ જાય છે. ૨૦૨૧માંઑર્ડનન્સ ફેક્ટરી બૉર્ડ નામક વિશાળ સંગઠનને સાત ભાગમાં વિભાજીત કરી, સરકારી પદ્ધતિથી ચાલતી કંપનીઓને કોર્પોરેટ પદ્ધતિથી ચાલતી કરવાનું અને એકબીજા વિરુદ્ધ સ્પર્ધા કરી શકે એવું વાતાવરણ ઊભું કરવાની નીતિ અપનાવવી એક સારું પગલું ગણાયું છે. ડિફેન્સ સેક્ટરમાં પ્રચલિત થયેલું એક ક્વૉટ છે – Quantity has a quality all its own. અર્થાત ક્વૉન્ટિટી/જથ્થો પોતાનામાં એક ક્વૉલિટી/ગુણવત્તા છે. ભારત પર ચારેય દિશામાં સરહદો સુરક્ષિત રાખવાનું સતત દબાણ રહ્યું છે એટલે એરફૉર્સ અને નેવી પાસે હજુ વધુ સંખ્યામાં જેટ ફાઇટર, સબમરીન અને એરક્રાફ્ટ કેરિઅર જેવા સંસાધનો હોવા જરૂરી છે

દેખીતું છે કે ભારત અત્યારે પોતાના ઇકોનોમિકલ પાવરથી પોતાનો હાર્ડ પાવર સ્થાપિત કરવાની રણનીતિ અપનાવી રહ્યું છે. પરંતુ, અંતે તો ખરી તાકત સૈન્યબળને કારણે ટકી શકે છે. વિશ્વના ઘણા દેશો અમેરિકાનાવૅસલ સ્ટેટગણાય છે, કેમ કે તેમણે પોતાની ધરતી પર અમેરિકન સૈન્યને મિલિટરી બૅઝ સ્થાપવાની મંજૂરી આપેલી છે. એક અહેવાલ પ્રમાણે જાપાન, જર્મની, સાઉથ કોરિયા, ઇટાલી, યુકે, કુવૈત, સ્પેન, ટર્કી, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ક્યૂબા જેવા નાનામોટા ૮૦ દેશોમાં અમેરિકન આર્મીની હાજરી છે. આના બળ પર અમેરિકા દુનિયાના કોઈ પણ ખૂણેથી પોતાનું અહિત ઇચ્છનાર તાકતોને પડકારે છે. ભારત જે રીતે પોતાની છબિ ઘડી રહ્યું છે, એના પરથી સ્પષ્ટ છે કે અમેરિકા જેમ દુનિયા પર ધાક જમાવવાનું સપનું ભારત નથી પાળી રહ્યું. મિત્ર રાષ્ટ્ર બનવાની ઇચ્છા રાખે છે. કિન્તુ આપણા પડોશમાં રહેલી સત્તાઓની મંછા શત્રુતાની છે. ચીનમાં સરકાર અસ્થિર થઈ રહી હોવાની અફવાઓ બહાર આવી છે. ત્યાં આંતરિક સંઘર્ષો ઉગ્ર થઈ શકે છે. આવા કિસ્સામાં જેતે સત્તાધીશ પુનઃ લોકપ્રિયતા હાંસલ કરવા કે પોતાનું મહત્વ સ્થાપિત કરવા વિરોધી દેશને શત્રુ ગણાવી યુદ્ધનો રસ્તો અખત્યાર કરી શકે. પાકિસ્તાનનું પણ એવું છે. ત્યાં સૈન્યબળ સામે તીવ્ર અસંતોષ જાગેલો છે ત્યારે એમની આર્મી પ્રજાના મનમાં ભારત એમના પર મોટું સંકટ છે, એવી વાત ઘુસાડીને પોતાનું આભાસી મહત્વ ટકાવવા યુદ્ધનો માર્ગ અપનાવી શકે. દુર્ભાગ્યપણે જો આવું થાય તો ભારતની સૈન્યશક્તિ હજુ પણ વધુ પ્રબળ હોવી જરૂરી બનશે. અમેરિકા અને રશિયામાંથી કોઈ મદદ કરશે એવા ભરોસે બેસી રહેવામાં જોખમ છે. ભારતે વિશ્વસત્તા બનવું હોય તો પણ, ક્ષિતિજ પર સંઘર્ષના સંકેતો દેખાઈ રહ્યા છે ત્યારે મિલિટરી પાવર વધારવો અનિવાર્ય છે. 

hardik.sparsh@gmail.com

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code