રાજકોટઃ 11મી ચિંતન શિબિરના ભાગરૂપે રીજેન્ટા સેન્ટ્રલ સોમનાથ ખાતે યોગા અભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર્સ દ્વારા આયુષ મંત્રાલયના કોમન યોગા પ્રોટોકોલ મુજબ ચિંતન શિબિરમાં ઉપસ્થિત અધિકારીઓને યોગા કરવામાં આવ્યા હતા.
જેમાં આઈએએસ અધિકારીઓ દ્રારા વિવિધ આસનો, સૂર્ય નમસ્કાર, પ્રાણાયમ, પ્રાર્થના સહિત યોગા અભ્યાસ કરવામાં આવ્યા હતા.દૈનિક જીવનમાં યોગા દ્વારા કઈ રીતે ચિંતામુક્ત હી શકાય, શરીરમા તાજગી અને ઉર્જાનો સંચાર, શારીરિક અને માનસિક સંતુલન જાળવવામાં યોગા કઈ રીતે મદદરૂપ બને તેની જાણકારી પણ યોગનિદર્શન સાથે આપવામાં આવી હતી.