Site icon Revoi.in

બનાસકાંઠાના દીયોદરમાં યુવક અને મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં પડી આપઘાત કર્યો

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના દિયોદર નજીક નર્મદા કેનાલમાં પડીને યુવક અને મહિલાએ બે બાળકોએ સામુહિક આપઘાત કરતા ચારેયનાં મોત થયાં છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજે એક અત્યંત કરુણ અને ચકચારી ઘટના બની છે. દીઓદરના ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં કૂદકો લગાવી યુવક, મહિલા અને બે બાળકો સહિત ચાર સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં મહિલા-પુરૂષ અને બે બાળકોના મોત નીપજ્યા છે. સામૂહિક હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકોમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ પરિવારે કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક શોધખોળ કરી ચારેયની લાશ બહાર કાઢી હતી. ત્યારબાદ પોલીસે તેને પોસ્ટમોર્ટમ મામલે હોસ્પિટલ ખસેડી હતી. આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ  પ્રેમ સંબંધ હોવાનું માનવામાં આવ્યું છે. યુવક મસાલી ગામનો વતની છે, જ્યારે મહિલા સાંતલપુરના બૂરેઠા ગામની વતની છે.  ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દિયોદરના નાનાએવા ગામમાથી પસાર થતી કેનાલમાંથી ચાર મૃતદેહ મળતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ છે.