Site icon Revoi.in

વિપક્ષોના ગઠબંધન ઇન્ડીમાંથી આમ આદમી પાર્ટીએ અલગ થવાની જાહેરાત કરી

Social Share

આમ આદમી પાર્ટી ઔપચારિક રીતે ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઈન્ક્લુઝીવ- એટલે કે INDI ગઠબંધન માંથી અલગ થઈ છે. પાર્ટી ના વરિષ્ઠ નેતા સંજય સિંહે મીડિયાને જણાવ્યું કે I.N.D.I. ગઠબંધન ફક્ત 2024 ની સામાન્ય ચૂંટણીઓ માટે બનાવવામાં આવ્યું હતું અને તે પછી આમ આદમી પાર્ટી એ હરિયાણા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડી હતી.

દરમિયાન, આમ આદમી પાર્ટીએ સંસદના ચોમાસુ સત્ર પહેલા ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી ગઠબંધનની બેઠકમાં પણ ભાગ લીધો ન હતો.