Homeગુજરાતીસલમાન ખાનને કારણે આમિર ખાનને ફિલ્મ દંગલનું ટાઈટલ મળ્યું હતું

સલમાન ખાનને કારણે આમિર ખાનને ફિલ્મ દંગલનું ટાઈટલ મળ્યું હતું

હિન્દી ફિલ્મ જગતમાં સલમાન ખાન ખુબ મોટુ નામ માનવામાં આવે છે. સલમાન ખાન સાથે કામ કરવા માટે મોટા મોટા ડાયરેક્ટર અને કલાકારો તૈયાર થઈ જાય છે. તેમજ સલમાન ખાન અને આમિર ખાન સાથે સારી મિત્રતા હોવાનું જાણવા મળે છે. દરમિયાન તાજેતરમાં આમિર ખાને ખુલાસો કર્યો હતો કે સલમાન ખાનને કારણે જ તેને તેની ફિલ્મ દંગલનું ટાઇટલ મળ્યું હતું.

આમિર ખાને એક પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાને શેર કરતા કહ્યું કે, હું એક વધુ વસ્તુ માટે સલમાનનો આભાર માનું છું અને તે છે દંગલનું ટાઈટલ. મને ખબર નથી કે તમે આ જાણો છો કે નહીં, પરંતુ દંગલ ટાઈટલ અમારી સ્ક્રિપ્ટમાં લખાયેલું હતું. જ્યારે અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે આ ટાઇટલના અધિકાર પુનીત ઇસાર પાસે હતા.

આમિરે આગળ કહ્યું, “મને ખબર હતી કે સલમાન અને પુનીત ખૂબ જ નજીક છે. મેં સલમાનને ફોન કર્યો અને કહ્યું કે મારે દંગલ ટાઈટલ જોઈએ છે. શું તમે મારી અને પુનીત વચ્ચે મીટિંગ ગોઠવી શકો છો? સલમાને પુનીતને ફોન કર્યો. અને તેને કહ્યું કે આમિર આ ઈચ્છે છે. જ્યારે સલમાન તેની ફિલ્મ ‘સુલતાન’ બનાવી રહ્યો હતો, કારણ કે બંને ફિલ્મો કુસ્તી પર આધારિત હતી દંગલનું ટાઈટલ મેળવવામાં સલમાનનો મોટો હાથ હતો.

તેણે વધુમાં કહ્યું કે, સલમાનના ફોન બાદ હું અને પુનીત મળ્યા હતા. તેમણે કહ્યું કે, ‘હું આ ટાઈટલનો ઉપયોગ નથી કરી રહ્યો, તમે લઈ શકો છો, અને આ રીતે અમને દંગલનું ટાઈટલ મળ્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન તેની ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img