Homeગુજરાતીઅભિનેતા રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’નું ટિઝર આઉટ - સિનેમાઘરોમાં જુલાઈ મહિનામાં ફિલ્મ...

અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’નું ટિઝર આઉટ – સિનેમાઘરોમાં જુલાઈ મહિનામાં ફિલ્મ થશે  રિલીઝ

  • રણબીર કપુરની ફિલ્મ શમશેરાનું ટિઝર રિલીઝ
  • 22 જુલાઈના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ થશે રિલીઝ
  • રણબીર સાથે સંજય દત્ત અને વાણી કપૂર મહત્વની ભુમિકામાં

 

મુંબઈઃ- કોરોનાકાળ બાદ ફિલ્મ જગતમાં ફિલ્મો રિલીઝ થવાની જાણે લાઈન લાગી છે, એક પછી એક ફિલ્મો કે જે કોરોનાના કારણે અટકી હતી અથવા તો ઘણી ફિલ્મો ઓટીટી પર રિલઝી થતી હતી ત્યારે હવે ફિલ્મો સિનેમાઘરોમાં રિલ્ઝી થવાની તૈયારીઓમાં છે,જેમાં અભિનેતા રણબીર કપુરની ફિલ્મ શમશેરાનો પણ સમાવેશ થાય છે આજ રોજ શમશેરાનું  ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

ત્યારે હવે ફિલ્મ ‘શમશેરા’ના નિર્માતાઓએ શુક્રવારે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત અભિનીત આ ફિલ્મ 22 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવશે.

આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. એક-મિનિટના ટીઝરમાં ત્રણ કલાકારો હથિયારોથી ઘેરાયેલી દજગ્યામાં બેઠેલા જોવા મળ્યા છે.મધ્યમાં બેઠેલા બતાવે છે. સંજય દત્ત હિન્દીમાં કહે છે, “આ વાર્તા એ વ્યક્તિની છે જેણે કહ્યું હતું કે કોઈની ગુલામી સારી નથી, ન તો બીજાની, ન તો આપણા નજીકના લોકોની.” આ સાથે વાણી કપુરનો ડાયલોગ્સ પણ સાંભળવા મળે છે.

એક્શનથી ભરપૂર થ્રિલર ફિલ્મનું અપડેટ રિલીઝ કરતાં, યશ રાજ ફિલ્મ્સે ટ્વિટર પર લખ્યું છે કે, “ફિલ્મ 22 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવશે. ફક્ત તમારા નજીકના સિનેમા હોલમાં ‘શમશેરા’ સાથે યશ રાજના 50 વર્ષની ઉજવણી કરો. આ ફિલ્મ તૈયાર છે. હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ માટે રેડી છે.”

આ ટિઝરમાં રણબીર કપૂરની એક ઝલક જોવા મળે છે, જે કહે છે, “પરંતુ તમને કોઈ  પણ આઝાદી નથી આપતું. તમારે જીતવું પડશે. જો કે ફિલ્મની વાર્તા વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, આ ફિલ્મમાં રણબીર પિતા અને પુત્ર બંનેની બેવડી ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં આશુતોષ રાણા, સૌરભ શુક્લા અને રોનિત રોય પણ છે.

 

સંબંધિત લેખો

Most Popular