1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા વિદ્યુત જામવાલનો બાળકોને ફિટનેશની તાલીમ આપતો વીડિયો વાયરલ
અભિનેતા વિદ્યુત જામવાલનો બાળકોને ફિટનેશની તાલીમ આપતો વીડિયો વાયરલ

અભિનેતા વિદ્યુત જામવાલનો બાળકોને ફિટનેશની તાલીમ આપતો વીડિયો વાયરલ

0
Social Share

મુંબઈઃ ફિલ્મમાં એક્શન ફિલ્મોમાં અભિનય કરનારા વિદ્યુત જામવાલ ફિટનેસ માટે જાણીતા છે. તેમજ અવાર-નવાર વર્કઆઉટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. દરમિયાન અભિનેતાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ બાળકોને ટ્રેનીંગ આપવાની સાથે કરસત કરતા જોવા મળી રહ્યાં છે. અભિનેતા વિદ્યુત જામવાલના વીડિયોને પ્રસંશકો ખુબ પસંદ કરી રહ્યાં છે. અભિનેતા અવાર-નવાર વર્કઆઉસના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે.

હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા વિદ્યુત એક પ્રશિક્ષિત માર્શલ આર્ટિસ્ટ છે અને તેમણે ભારતીય માર્શલ આર્ટ કલરીપાયટ્ટુની તાલીમ લીધી છે. એટલું જ નહીં અવારજ-નવાર સોશિયલ મીડિયા ઉપર વિવિધ કસરતો અને ચેલેન્જના વીડિયો શેર કરીને પોતાના ચાહકોને ફિટ રહેવાની પ્રેરણા આપે છે. તાજેતરમાં, તેમણે નાના બાળકોને કસરત પણ કરાવી અને રમત-રમતમાં ફીટ રહેવા પ્રેરણા પણ આપી.

દરમિયાન અભિનેતાએ વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બાળકોને વર્કઆઉટ કરાવવાની સાથે તેમની સાથે રમતા જોવા મળે છે. તેમજ કેપ્શનમાં લખ્યું છે કે, ન કોઈ આગળ છે અને ન કોઈ પાછળ, આપણે બધા આપણા અંદરના જાનવરને શોધી રહ્યાં છીએ. આ વીડિયોને 4.5 લાખ લોકોએ જોયો છે અને પ્રસંશકો આ વીડિયોને પસંદ કરી રહ્યાં છે. આ ઉપરાંત કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેતા વિદ્યુતએ કમાન્ડો સિરીઝ સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત અભિનેતા હિન્દી ફિલ્મોની સાથે સાઉથની ફિલ્મોમાં જોવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code