1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ,ધ હિરો ફિલ્મથી કર્યું હતું બોલિવૂડમાં ડેબ્યુ
અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ,ધ હિરો ફિલ્મથી કર્યું હતું બોલિવૂડમાં ડેબ્યુ

અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ,ધ હિરો ફિલ્મથી કર્યું હતું બોલિવૂડમાં ડેબ્યુ

0
Social Share
  • બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ
  • નેશનલ એવોર્ડની સાથે પદ્મશ્રીથી પણ સન્માનિત
  • ધ હિરો ફિલ્મથી પ્રિયંકાએ કર્યું હતું બોલિવૂડમાં ડેબ્યુ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો આજે જન્મદિવસ છે. પ્રિયંકા બોલિવૂડ અભિનેત્રી હોવા ઉપરાંત હવે હોલીવુડ અભિનેત્રી પણ છે.આ સિવાય તે સિંગર અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે.પ્રિયંકા ચોપડા 2015થી હોલીવુડ ફિલ્મોમાં પણ સક્રિય છે. વર્ષ 2000માં પ્રિયંકા ચોપડાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.તે પછી તેણે એક્ટર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.તે બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે.પ્રિયંકા ચોપડાને વર્ષ 2016માં પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવી છે.આ સિવાય ટાઇમ મેગેઝિન દ્વારા તેમને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું.તે જ સમયે, ફોર્બ્સે તેને વર્ષ 2017 માં વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં પણ સ્થાન આપ્યું હતું. નેશનલ એવોર્ડ ઉપરાંત તેમને 5 કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યા છે.

પ્રિયંકા ચોપડાનો જન્મ 18 જુલાઈ 1982ના રોજ જમશેદપુરમાં થયો હતો.તેની માતાનું નામ મધુ ચોપડા અને પિતાનું નામ અશોક ચોપડા છે.પ્રિયંકાના માતા-પિતા સેનામાં ડોક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. પ્રિયંકા ચોપરાનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ સિદ્ધાર્થ ચોપડા છે. પ્રિયંકાની પિતરાઈ બહેનો પરિણીતી ચોપડા, મીરા ચોપડા અને મન્નારા ચોપડા છે, જેઓ બોલીવુડમાં સક્રિય છે.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018માં અમેરિકન સિંગર અને એક્ટર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા.હોલીવુડમાં કામ કરતી વખતે બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેએ ડિસેમ્બર 2018માં રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવનમાં હિંદુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.જ્યારે જાન્યુઆરી 2022માં તેઓ સરોગસી દ્વારા પુત્રીના માતા-પિતા બન્યા હતા.

પ્રિયંકા ચોપડાએ તેનું પ્રારંભિક શિક્ષણ બરેલીની લેમાર્ટ્સ સ્કૂલ અને સેન્ટ મારિયા ગોરેટી કોલેજમાંથી કર્યું હતું. 13 વર્ષની નાની ઉંમરે પ્રિયંકા ચોપડા વધુ અભ્યાસ માટે તેની આંટી સાથે અમેરિકા ગઈ હતી.જોકે, ત્યાં અભ્યાસ કરતી વખતે પ્રિયંકા પણ રંગભેદનો શિકાર બની હતી. ત્યાં ત્રણ વર્ષ વિતાવ્યા પછી, પ્રિયંકા આખરે ભારત પાછી આવી અને બરેલીની આર્મી સ્કૂલમાંથી આગળનો અભ્યાસ પૂરો કર્યો.દરમિયાન પ્રિયંકાએ બરેલીમાં જ ‘ક્વીન’ સૌંદર્ય સ્પર્ધા જીતી હતી.આ સમયે તેના ચાહકોની સંખ્યા ઘણી વધી ગઈ હતી, જેઓ તેને ઘેરી લેતા હતા. આ પછી તેણે પોતાને ઘરમાં બંધ કરી લીધી હતી.પરંતુ પ્રિયંકાની માતાએ તેની કેટલીક તસવીરો ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડને મોકલી હતી.આ રીતે તે મિસ વર્લ્ડનો ભાગ બની અને પછી વર્ષ 2000માં તેણે મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો.

પ્રિયંકા ચોપડા તેના પિતાની ખૂબ જ નજીક હતી પરંતુ વર્ષ 2013માં કેન્સરને કારણે તેનું અવસાન થયું હતું. પ્રિયંકા ચોપડાએ ફિલ્મ ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મમાં તે લીડ રોલમાં જોવા મળી હતી.આ ફિલ્મમાં તેની સામે સની દેઓલ હતો.તે સમયે આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ હતી.આ પછી તે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘અંદાઝ’માં જોવા મળી હતી.આ ફિલ્મ કરતી વખતે એવી પણ ખબર આવી હતી કે અક્ષય અને પ્રિયંકા વચ્ચે કંઇક ખીચડી રંધાઈ રહી છે. જોકે, બાદમાં પ્રિયંકાએ અક્કી સાથે કોઈ ફિલ્મ કરી ન હતી. જો કે, આ ફિલ્મ પછી તેની કારકિર્દી શરૂ થઈ.આ પછી તેણે એક પછી એક ઘણી ફિલ્મો કરી.

વર્ષ 2015માં પ્રિયંકાએ એબીસી સ્ટુડિયોમાં અમેરિકન થ્રિલર શો ‘ક્વોન્ટિકો’ સાઈન કર્યો હતો. પ્રિયંકાએ આ શોમાં એલેક્સ પેરિશની ભૂમિકા ભજવી હતી.આ ટીવી સિરીઝ માટે પ્રિયંકાને પીપલ્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો.પ્રિયંકા આ એવોર્ડ મેળવનારી પ્રથમ દક્ષિણ એશિયાની અભિનેત્રી બની હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code