1. Home
  2. ગુજરાતી
  3. અદાણી જુથ ગૂગલ ક્લાઉડ સાથે સાહસના-વ્યાપક ડિજિટલ પરિવર્તનના વ્યુહને વેગ આપવા સજ્જ
અદાણી જુથ ગૂગલ ક્લાઉડ સાથે સાહસના-વ્યાપક ડિજિટલ પરિવર્તનના વ્યુહને વેગ આપવા સજ્જ

અદાણી જુથ ગૂગલ ક્લાઉડ સાથે સાહસના-વ્યાપક ડિજિટલ પરિવર્તનના વ્યુહને વેગ આપવા સજ્જ

0
Social Share

અમદાવાદ: અદાણી ગ્રૂપે  ભારતના સૌથી ઝડપથી વિકસતા વૈવિધ્યસભર બિઝનેસ પોર્ટફોલિયોમાં આધુનિકીકરણના હવે પછીના તબક્કાને તાકાતવાન બનાવવા માટે ગુગલ ક્લાઉડ સાથે બહુ-વર્ષીય ક્લાઉડ-ફર્સ્ટ ભાગીદારીની આજે જાહેરાત કરી છે. અદાણી સમૂહની આઇટી ગતિવિધીને શ્રેષ્ઠત્તમ આંતરમાળખું, ટેક્નોલોજી અને ઉદ્યોગ સંબંધી ઉકેલોના સંદર્ભમાં આધુનિક ઓપ આપવા માટે ખાસ કરીને આ વ્યૂહાત્મક સહયોગ એક નવું પરિમાણ અંકીત કરશે અને દરેક સંસ્થાનોની કુશળતાને પારખશે.

“ક્લાઉડ અપનાવવાની અનિવાર્યતા અને ગતિ એ સમયનો તકાજો આપે છે કે દરેક વ્યવસાય તેના વ્યવસાયી ઢાંચાને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે. આ નવા પડકારો અને તરોતાજા અવસરો પુરા પાડે છે જે ફક્ત પરિવર્તનકારી જ નહીં હોય પરંતુ તે માટે ઔદ્યોગિકી સહયોગના નવા સ્વરૂપોની પણ જરૂર પડશે, એમ અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આ ઘોષણા કરતા જણાવ્યું હતું. “અમને ટેક્નૉલૉજી-આધારિત સંસ્થાનું નિર્માણ કરવામાં મદદરુપ થવા માટે ગુગલ ક્લાઉડની બહુવિધ પરિમાણીય ઓફરમાં કામ કરવાનો આનંદ છે જે અમારા માટે સંભવિત નવા વ્યવસાયિક ક્ષેત્રોના દ્વાર ખોલે છે એમ શ્રી અદાણીએ કહ્યું હતું.

ભાગીદારીનો પ્રથમ તબક્કો સંગીન રીતે આગળ વધી રહ્યો છે, જેમાં અદાણી સમૂહ તેના હાલના સંકુલમાં કાર્યરત ડેટા સેન્ટર અને સંકલિત સુવિધામાંથી ગૂગલ ક્લાઉડમાં તેના વ્યાપક આઇટી ફુટ પ્રિન્ટને સ્થાનાંતરિત કરીને ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે.

SAP HANA core અને પેરિફેરલ સિસ્ટમ્સ જેવી અદાણી સમૂહની અઢીસો બિઝનેસ-ક્રિટીકલ એપ્લીકેશનને ગુગલ ક્લાઉડના સુરક્ષિત, ભરોસાપાત્ર અને હાઇ-સ્પીડ ક્લાઉડ માળખામાં ખસેડવાથી કામગીરીના પ્રવાહને કેન્દ્રિત કરશે તેમજ રોજીંદા કામકાજને સુવ્યવસ્થિત કરવા સાથે વ્યવસાયિક વપરાશકર્તાઓને સચોટ નિર્ણય લેવા આ ઝડપી અને શક્તિશાળી નવી ડેટા ક્ષમતાઓને ઝડપી લેવા સક્ષમ બનાવશે.

“અદાણી સમૂહ ક્લાઉડ-ફર્સ્ટના ભવિષ્યની દીશાનો માર્ગ મોકળો કરી રહ્યું છે અને અમે સીમાચિહ્ન યોજનાઓ પરત્વે કંપની સાથે ભાગીદારી કરતા રોમાંચિત છીએ જે તેના નવીનીકરણ અને ભાવિ વૃદ્ધિને મજબૂત સમર્થન આપશે. અમે અદાણી ઉદ્યોગ સમૂહનું SAPમાં જોયેલું સ્થાનાંતર ગતી માપનની દ્રષ્ટીએ સૌથી ઝડપી છે અને તે અગાઉથી જ તેના સમગ્ર વ્યવસાયમાં નોંધપાત્ર મૂલ્ય પ્રદાન કરી રહ્યું છે. અમારો અવિરત સહયોગ નવા ડિજિટલ પ્લેટફોર્મનું નેતૃત્વ કરશે જેની પરિવર્તનકારી અસર હશે.”એમ ગુગલ ક્લાઉડના મુખ્ય કારોબારી અધિકારી શ્રી થોમસ કુરીઅને કહ્યું હતું.

ઉલ્લેખનિય છે કે ભારતમાં ગુજરાત રાજ્યના અમદાવાદમાં વડુમથક ધરાવતા અદાણી સમુહ એ લોજિસ્ટિક્સ (બંદરો, એરપોર્ટ, લોજિસ્ટિક્સ, શિપિંગ અને રેલ), સંસાધનો, વીજ ઉત્પાદન અને વિતરણ, રિન્યુએબલ એનર્જી, ગેસ અને આંતરમાળખું, કૃષિ( ચીજવસ્તુઓ, ખાદ્ય તેલ, ખાદ્ય ઉત્પાદનો, કોલ્ડ સ્ટોરેજ અને અનાજના ગોદામો) જાહેર પરિવહન આંતર માળખું,  રીયલ એસ્ટેટ, ગ્રાહક ધિરાણ અને સંરક્ષણ સહીતના અન્ય ક્ષેત્રો.વગેરેમાં રસ ધરાવતો વૈવિધ્યસભર વ્યવસાયોનો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસતો પોર્ટફોલિયો ધરાવે છે.

અદાણી જૂથ તેની સફળતા અને નેતૃત્વની સ્થિતિ માટે રાષ્ટ્ર નિર્માણની તેની મૂળ ફિલસૂફીને અનુસરે છે, જે સારપ સાથે વિકાસ દ્વારા સંચાલિત છે. તેના માર્ગદર્શક સિદ્ધાંતના પાયામાં ટકાઉ વિકાસ છે. ગ્રુપ તેના વ્યવસાયોને સ્થિરતા, વિવિધતા અને વહેંચાયેલા મૂલ્યોના સિદ્ધાંતો પર આધારિત તેના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટીઝ  મારફત પર્યાવરણના રક્ષણ ઉપર જોર આપી વધુમાં વધુ  સમુદાય સુધીની પહોંચમાં વધારો કરીને તેના વ્યવસાયોને ફરીથી ગોઠવીને ઇએસજી લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code