અદાણી પોર્ટની મધરસન સાથે ભાગીદારીઃ દિઘી પોર્ટ વાર્ષિક બે લાખ કાર નિકાસ કરશે
અમદાવાદ, ૫ ડિસેમ્બર ૨૦૨૫ – મહારાષ્ટ્રના દિઘી પોર્ટ પર ઓટો વાહનોની નિકાસ માટે સમર્પિત સુવિધાનું નિર્માણ કરવા માટે મધરસને તેના સંયુક્ત સાહસ સંવર્ધન મધરસન હમાક્યોરેક્સ એન્જિનિયર્ડ લોજિસ્ટિક્સ લિ. (SAMRX)એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)ની પેટાકંપની દિઘી પોર્ટ લિ. (DPL) સાથે સમજૂતી કર્યાની આજે જાહેરાત કરી છે..
દિઘી પોર્ટને મુંબઈથી પુણે ઓટો બેલ્ટમાં નિકાસકારો માટે નવું ઓટોમોબાઈલ નિકાસ ટર્મિનલ બનાવવા આ વ્યૂહાત્મક ભાગીદારી સજ્જ કરશે. આ ભાગીદારીથી દિઘી બંદરેથી વાર્ષિક બે લાખ કારની નિકાસ અંદાજવામાં આવી છે. APSEZ ના ૧૫ વ્યૂહાત્મક બંદરોમાંના એક તરીકે દિઘી પોર્ટ હવે મેક ઇન ઇન્ડિયાની પહેલ અંતર્ગત ભારતની ઓટોમોટિવ ક્ષેત્રની વૃદ્ધિની ગાથાને પીઠબળ આપવા અને તેની ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે તૈયાર છે, જેના પરિણામે વૈશ્વિક બજારો માટે વાહનોની વણથંભી નિકાસ અને આયાત શક્ય બનશે.
આ અંગે પ્રતિભાવ આપતા અદાણી પોર્ટ્સ અને સેઝના સી.ઈ.ઓ. અને પૂર્ણકાલીન ડિરેક્ટર શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે “દિઘી પોર્ટમાં મધરસન સાથેની અમારી ભાગીદારી ભારતમાં ઓટોમોટિવ લોજિસ્ટિક્સને નવેસરથી વ્યાખ્યાયિત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. APSEZ ની સંકલિત માળખાગત ક્ષમતાઓને મધરસનની કાર્યકુશળતા સાથે જોડીને અમે દેશભરમાં વાહનોની અવરજવર માટે એક નિર્બાધ સ્થિતિસ્થાપક જાળ બનાવી રહ્યા છીએ. આ રોરો ટર્મિનલ ફક્ત વેપારને વેગ આપવા સાથે સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં વધારો કરશે તેમજ અમારા ગ્રાહકો અને જે સમુદાયોને અમે સેવા આપીએ છીએ તેમને લાંબા ગાળાનું મૂલ્ય પણ પુરું પાડશે..
મધરસન ગ્રુપના વાઇસ ચેરમેન શ્રી લક્ષ વામન સેહગલે ભાગીદારી વિષે મંતવ્ય આપતા કહ્યું હતું કે અદાણી પોર્ટસ અને સેઝ સાથેની આ ભાગીદારી ઓટોમોટિવ ઉદ્યોગને એક સંકલિત વિશ્વ-સ્તરીય લોજિસ્ટિક્સના ઉકેલો પુરા પાડવાના અમારા લક્ષ્યમાં એક મહત્વપૂર્ણ કદમ છે. દિઘી પોર્ટ ખાતે RoRo ટર્મિનલ વિકસાવીને અમે અમારા સેવા સંબંધી પોર્ટફોલિયોને વિસ્તારવા સાથે એક વ્યૂહાત્મક સંપત્તિનું પણ નિર્માણ કરી રહ્યા છીએ જેના પરિણામે કાર્યક્ષમતામાં વધારો થશે અને અમારા OEM ભાગીદારોનો લોજિસ્ટિક્સ ખર્ચ પણ ઘટાડશે. આ સહયોગ ભારતની ઓટોમોટિવ સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે અને અમારા ગ્રાહકોને ઇચ્છીત મૂલ્ય પહોંચાડશે.
નવા રોલ ઓન-રોલ ઓફ (RoRo) ટર્મિનલમાં એન્ડ-ટુ-એન્ડ ફિનિશ્ડ વ્હીકલ (FV) લોજિસ્ટિક્સનું સંચાલન કરવા માટે અત્યાધુનિક આંતરમાળખું હશે, જે મુખ્ય ઓટોમોટિવ OEM માટેની કામગીરીને સુવ્યવસ્થિત કરશે. SAMRX ટર્મિનલમાં આ રોકાણ તેની સેવાઓને સંકલિત કરી 360-ડિગ્રી કાર્ગો દૃશ્યતા સાથે લોજિસ્ટિક્સ માટે વ્યાપક ઉકેલો પુરા પાડશે. આ સુવિધા હેઠળ મૂલ્યવર્ધિત સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે, જેમાં સિંગલ-વિન્ડો RoRo ઓપરેશન્સ, યાર્ડ, PDI, ચાર્જિંગ, સ્ટોરેજ અને એક છેડેથી બીજા છેડા સુધી જહાજ લોડિંગ હેન્ડલ, શૂન્ય ડ્વેલ અને રીઅલ-ટાઇમ વાહન ટ્રેસેબિલિટી માટે સક્ષમ AI-સંચાલિત યાર્ડ ઑપ્ટિમાઇઝેશન ઉપરાંત મહારાષ્ટ્રના ઓટો બેલ્ટથી NH-66 દ્વારા સૌથી ઝડપી OEM ઇવેક્યુએશન રૂટ, ૧.૩ કિ.મી.નું RoRo-તૈયાર જેટીનું આંતરમાળખું ઉપરાંત શેલ્ટર્ડ વોટર સાથે અબાધિત ઓલ-વેધર કામકાજ સુનિશ્ચિત કરવા સાથે EV-માટેનું તૈયાર લોજિસ્ટિક્સ હબ આગામી પેઢીના ઇલેક્ટ્રિક વાહન નિકાસનો માર્ગ ખુલ્લો મૂકવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. દિઘી પોર્ટ ખાતે લોડ પ્લાનિંગ અને લાઇવ વોલ્યુમ ટ્રેકિંગ માટે OEM-સંકલિત દૃશ્યતા ડેશબોર્ડ્સની સુવિધા આવરી લેવામાં આવશે.
પશ્ચિમ કિનારા પર વ્યૂહાત્મક રીતે આવેલું અને મહારાષ્ટ્રના ભૂમિગત ઔદ્યોગિક કોરિડોર અને હાર્ટલેન્ડ માટેના પ્રવેશદ્વાર તરીકે સેવા આપતું દિઘી બંદર કોમોડિટી સ્ટોરેજ માટે બંધ વેરહાઉસ, ટાંકી ફાર્મ અને ખુલ્લા સ્ટોકયાર્ડની સવલત ધરાવે છે. સીધી બર્થિંગ સુવિધાઓ અને ઉત્તમ રોડ કનેક્ટિવિટીના કારણે, દિઘી બંદર તેલ, રસાયણ, કન્ટેનર અને બલ્ક કાર્ગોનું કાર્યક્ષમ પરિવહન કરવા સજ્જ છે. રોરોની કામગીરી સંબંધિત તેનું વિસ્તરણ અદાણી પોર્ટસના સંકલિત, ભવિષ્ય માટે તૈયાર લોજિસ્ટિક્સ હબ બનાવવાના વિઝનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે દ્રષ્ટીએ દિઘી બંદર મહારાષ્ટ્ના ભૂમિગત ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વનું બંદર છે.


