
સ્ટ્રેસથી દૂર ભગાડવામાં મદદ કરશે આ ફૂડ્સ, ડાઈયમાં જરૂર ઉમેરો
આપણે જે પણ ખાઈએ છીએ તેની મગજ પર પણ અસર થાય છે. જ્યારે તમે તમારી મેન્ટલ હેલ્થ સુધારવા માંગતા હો, ત્યારે સરખો ખોરાક લેવો જરૂરી છે. ઘણા ખોરાક હેપી હોર્મોન્સ બનાવવામાં મદદ કરે છે. જેના કારણે સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે.
• ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટમાં કોકો હોય છે જે એન્ડોર્ફિન હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. જ્યારે તમે ચોકલેટ ખાઓ છો, ત્યારે તમે ખુશ અનુભવો છો અને તમારો મૂડ બુસ્ટ થાય છે. ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ પણ હોય છે જે તણાવ અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદ કરે છે.
• બ્લુબેરી
બ્લુબેરીમાં ખૂબ જ વધારે માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. એન્ટીઑકિસડન્ટો તણાવથી બચાવવામાં મદદ કરે છે. તમારા આહારમાં સૂકી બ્લુબેરી ખાઓ. આ તમને તણાવથી બચાવશે.
• લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજીનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત તે મનને પણ આરામ આપે છે. પાલકમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે તણાવ અને ચિંતામાં રાહત આપે છે.
• બદામ અને સીડ્સ
તમારા આહારમાં બદામ, કાજુ, પિસ્તા, સૂર્યમુખીના બીજ, કોળાના બીજ અવશ્ય ખાવા જોઈએ. આ તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે.