
આ ટેક્નોલોજીઓ ઉમેરવાથી જુની કાર એડવાન્સ બનશે, બદલાશે ડ્રાઈવિંગનો અનુભવ
ઘણા લોકો નવી કાર ખરીદવાને બદલે જૂની કાર ખરીદવાનું પસંદ કરે છે. આવામાં તમે પણ જૂની કાર ખરીદી છે અને એડવાન્સ ફીચર્સની કમી છે, તો કારના ફીચર્સ અપગ્રેડ કરો. નવી ટેક્નોલોજી માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. આવામાં ઓછા ખર્ચામાં તમારી કારને એડવાન્સ ફીચર્સથી લેસ થઈ જશે.
પાછળનો પાર્કિંગ કેમેરા
કારની સુરક્ષા વધારવા માટે ઓટો માર્કેટમાં બેઝિક સેફ્ટી ફીચર તરીકે રીઅર પાર્કિંગ કેમેરા ફીચર ફરજિયાત કરવામાં આવ્યું છે. ડ્રાઇવરો સેન્સરની મદદથી કારને સરળતાથી પાર્ક કરી શકે છે. સાથે ડ્રાઇવર સાઇડ એરબેગ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને સેન્ટ્રલ લોકિંગ જેવી સુવિધાઓ પણ ફરજિયાત બનાવવામાં આવી છે.
હેડ અપ ડિસ્પ્લે
શરૂઆતમાં આ ફીચર ખાલી લક્ઝરી કારમાં જ અવેલેબલ હતી. આ ફીચરની મદદથી ડ્રાઇવરને સ્પીડ, ફ્યુઅલ એફિશિયન્સી અને ટેકોમીટરની જાણકારી મળતી રહે છે. આ સેટઅપ વધારે ખર્ચાળ નથી. કારમાં 3 થી 4 હજાર રૂપિયામાં સરળતાથી ઇન્સ્ટોલ થઈ જાય છે.
ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ
ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ કારની મહત્વપૂર્ણ સેફ્ટી ફીચર છે. તેની મદદથી કારના ટાયરનું પ્રેશર માપી શકાય છે. આ ફીચર ડ્રાઈવરને રીયલ ટાઈમમાં ટાયર પ્રેશરની જાણકારી આપે છે. આ ફીચર ડ્રાઈવરને લાંબા અંતરની મુસાફરી દરમિયાન ઘણી મદદ કરે છે.
બ્લૂટૂથ ડિવાઈસ
કારમાં નવી ટેક્નોલોજી ઉમેરવાની વાત થશે ત્યારે બ્લૂટૂથ અપગ્રેડનું નામ સામે આવશે. આજના સમયમાં મોબાઈલ એટલો અગત્યનો બની ગયો છે ત્યારે ફોનને કાર સાથે જોડવો પણ જરૂરી બની ગયો છે. આ ફીચરની મદદથી ડ્રાઈવર કોઈપણ મુશ્કેલી વિના ફોન કોલ્સ અને ગીતોનો આનંદ લઈ શકશે