
અમૂલ બાદ આ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ અમુલ દ્વારા દૂધના ભાવમાં વદારો કરવામાં આવ્યો હતો. હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ દૂધની વિવિધ વેરિએન્ટમાં રૂ. બેનો વધારો કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 1લી જુલાઈથી અમૂલના દુધના બાવમાં વધારો કર્યો હતો. જેથી મહારાષ્ટ્ર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં દૂધની કિંમતમાં વધારો થયો હતો. અમૂલ દ્વારા લગભગ દોઢ વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો હતો. હવે અન્ય ડેરીઓ પણ દૂધના ભાવમાં વધારો કરી રહી છે. મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ અને વીજળીના ભાવમાં થયેલા વધારાના કારણે દૂધના ભાવમાં વધારો કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ મોંઘવારીનો માર સહન કરતી પ્રજા ઉપર વધારે બોજો પડશે.