1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં પણ લોકડાઉનનો ભય – કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો
મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં પણ લોકડાઉનનો ભય – કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો

મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં પણ લોકડાઉનનો ભય – કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો

0
Social Share
  • દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 400 થી વધુ કેસ નોંધાયા
  • સક્રિય કોરોનાના કેસો 20 હજારને પાર પહોંચ્યા

દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ લોકોનું જીવન અસ્ત વ્યસ્ત કર્યું હતું, ઘીરે ઘીરે સ્થિતિ સામાન્ય પણ થતી જોવા મળી હતી, જો કે, ફરી એક વખત દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે,ત્યારે  હવે દેશની રાજધાની દિલ્હી પર કોરોનાનું જોખમ વર્તાઈ રહ્યું છે.

વિતેલા દિવસ દરમિયાન દિલ્હીમાં 400થી પણ વધુ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ કોરોના વકરી રહ્યો છે, જેમાં 14 હજાર 317 કોરોનાના દર્દીઓ નોંધાયા છે,જે સૌથી વધુ સંખ્યા છે.

સમગ્ર કોરોનાની સ્થિતિને જોતા નાગપુરમાં લોકડાઉન કરવાની ફરજ પડી છે, આ સાથે જ રાજ્ય સરકારે અનેક વિસ્તારોમાં ફરી લોકડાઉન લગાવવની ચીમકી આપી છે. પૂણેમાં 21 હજાર 276 કોરોનાના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. નાગપુરમાં 13 હજાર 800, થાણેમાં 10 હજાર 825, મુંબઈમાં 10 હજાર 563 કોરોનાના એક્ટિવ કેસ જોવા મળે છે.

તો બીજી તરફ દેશની રાજધાની દિલ્હી પણ ઘીરે ઘીરે કોરોનાની ઝપેટમાં આવતી જોવા મળી રહી છે,વિતેલા દિવસને ગુરુવારના રોજ દિલ્હીમાં 409 કોરોનાના નવા કેસો નોંધાયા છે. આ કેસની સંખ્યા આ પહેલા 8 જાન્યુઆરી 444 કેસ હતા. દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા હવે 20 હજારને 20ને પાર થઈચૂકી છે.જે 22 જાન્યુઆરીના રોજ આ સંખ્યા 20 હજાર 60 જોવા મળી હતી.

હાલની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં 1 હજારથી પણ વધુ લોકો હોમ આઈસોલેશન હેઠળ છે.દિલ્હીમાં રિકવરી દરમાં ધીમો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં રિકવરી દર 97.98 ટકા છે. જે 23 જાન્યુઆરી બાદ સૌથી ઓછી છે. 23 જાન્યુઆરીએ રિકવરી દર 97.99 ટકા રહ્યો હતો

જો છેલ્લા 24માં કોરોનાના કારણે થયેલા મોતની વાત કરીએ તો 3 લોકોના મોત થયા છે કુલ મોતની સંખ્યા 10 હજાર 934 પર પહોંચી ચૂકી છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 6 લાખ 42 હજાર 439ને પાર થયો છે. આ સમગ્ર સ્થિતિ જો કાબુની બહાર જાય તો રાજધાનિમાં પણ લોકડાઉનનો ખતરો રહેશે, હાલની સ્થિતિ સામાન્ય છે પરંતું ભવિષ્યમાં સ્થિતિ કથળે તો લોકડાઉન લાગૂ કરી  શકાય તેવા એંઘાણ વર્તાઈ રહ્યા છે.

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code